તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના મહામારી:અંતિમ હજાર કેસ માત્ર 11 દિવસમાં , જિલ્લામાં કોરોના 6000ને પાર

બારડોલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત જિલ્લા માટે સપ્ટેમ્બર માસ કોરોનાની આફત લઈને આવ્યો હોય તેમ આજરોજ ફરી કોરોનાએ સદી ફટકારતાં 107 કેસ નોંધાયા છે. તેની સાથે જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 6000ને પાર કરી 6078 પર પહોંચ્યો છે. અને બે દર્દીઓ કોરોનાને કારણે મોતને ભેટ્યા છે. સપ્ટેમ્બરમાં કોરોના હાહકાર મચાવી રહ્યો છે. આજરોજ ફરી 9મી વખત કોરોના 100ને આંકડાને પાર કરતાં 107 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

ઉમરપાડામાં 16 દિન બાદ કેસ નોંધાયો
ઉંમરપાડા સપ્ટેમ્બર માસમાં પહેલી વાર કોરોના પોઝિટિવ દર્દી નોંધાયો છે. જેની સાથે ઉંમરપાડામાં કોરોના પોઝિટિવની સખ્યા 45 થઈ છે. તેમજ ઉંમરપાડા તાલુકામાં અત્યાર સુધી કોઈપણ વ્યક્તિ મોતને ભેટ્યો નથી.

બારડોલી નગર કોંગ્રેસ પ્રમુખ નિકૂંજ વકીલનું કોરોનાને કારણે મોત
બારડોલી નગર કોંગ્રેસના પ્રમુખ નિકુંજભાઈ વકીલનું મંગળવારે મોડી રાત્રે કોરોનાની સારવાર દરમિયાન મોત થયું હતું. તેઓ વ્યવસાયે વકીલ હતા. તેઓ નગરના એક પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ હતા. તેમનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. તેઓ સ્પષ્ટ વક્તા પણ હતા. રાજકિય સાથે ધાર્મિક સંસ્થામાં પણ જોડાયેલ હતા.

અન્ય સમાચારો પણ છે...