ફરિયાદ:સુરાલીમાં દીકરીને 50 રૂપિયા આપવા મુદ્દે ઝઘડો થતાં સાસરિયાએ વહુને માર માર્યો

કડોદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સામે પક્ષે સાસુ દ્વારા પણ વહુએ હુમલો કર્યો હોવાની પોલીસ ફરિયાદ આપી

બારડોલી તાલુકાના સુરાલી ખાતે રાજ રેસીડેન્સીમાં રહેતા પરિવારમાં પતિ પત્ની વચ્ચે 4 નવેમ્બરે દીકરીને જરૂરિયાત માટે માતાએ 50 રૂપિયા આપતાં ઉશ્કેરાયેલા પતિએ પત્નીને વાળપકડીને પલંગ પર પાડી દઈ સાસુએ પગ પકડી ઢીક્કા મુક્કીનો માર માર્યો હતો, જ્યારે સસરાએ લાકડાના સપાટા મારતાં પરિણીતાને મૂઢ માર વાગતા તેને સારવાર માટે સુરત સિવિલમાં ખસેડવામાં આવી હતી. જે અંગે પરિણીતાએ પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી હતી. જ્યારે સાસુએ પરિણીતા દ્વારા પોતાના દીકરાને મારી સાસુ સસરા સાથે છુટ્ટા હાથની મારમારી કરતાં સાસુએ વહુ વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી છે.

સોનગઢ તાલુકાના સોનારપાડા રેલવે સ્ટેશનની સામે રહેતા અનિતાબહેનના લગ્ન પ્રકાશ બચુભાઈ સોલંકી સાથે થયા હતાં. તેમના લગ્ન જીવનમાં ત્રણ સંતાન છે. અનિતાબહેન તેમના પતિ, સાસુ અને સસારા સાથે બારડોલી તાલુકાના સુરાલી ગામે રાજ રેસીડેન્સી ઘર નં 31ખાતે રહે છે. અનિતા અને પ્રકાશ વચ્ચે અવાર નવાર લડાઈ અને બોચાલાચી થતી રહે છે.

ગત 4-11-2022ના રોજ સાંજના સુમારે અનિતાની છોકરી આનંદીએ વીટ ટ્યુબ માટે રૂપિયા માગતાં 50 રૂપિયા આપ્યા હતાં, જે બાબતે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ અનિતા રસોઈ બનાવા લાગી હતી. રાત્રીના 10 વાગ્યાના અરસામાં પતિ પ્રકાશ અનિતા પાસે આવીને વીટ ટ્યુબ કેમ લાવી તેમ કહી ગાળો બોલવા લાગ્યો હતો અને અનિતાના વાળ પકડી પલંગ ઉપર પાડી દીધી હતી.

ત્યારે સાસુ તારાબહેને અનિતાના પગ પકડી ઢીક મુક્કીનો માર માર્યો હતો. આ દરમિયાન સસરા બચુભાઈ લાકડાનો સપાટો લાવી ડાબા હાથે અને માથામાં સપાટા મારવા લાગ્યા હતાં. મારા પતિએ જણાવેલ કે હવે પછી આવી રીતે પૈસા વાપરશે અથવા બીજી કોઈપણ જાતની મગજમારી કરી તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારબાદ દીકરી આનંદીએ 108ને ફોન કરી બોલાવી પ્રાથમિક સારવાર વાલોડ ત્યારબાદ વ્યારા અને વધુ સારવાર માટે સુરત સિવિલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાથી રજા લઈને આવતાં પતિ પ્રકાશ, સાસુ તારાબહેન અને સાસરા બચુ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી.

સામે પક્ષે સાસુ તારાબહેને પોલીસમાં ફરિયાદ આપી જેમાં જણાવ્યું હતું કે પ્રકાશ અને તેની પત્ની સાથે વીટ ટ્યુબ બાબતે બોલાચાલી થઈ રહી હતી. ત્યારે પ્રકાશ અને વહુ અનિતા જે રૂમમાં રહે છે તે રૂમમાં મારતી મારતી લઈ ગઈ હતી. જેથી તારાબહેન પ્રકાશને છોડાવવા માટે ગઈ હતી પરંતુ અનિતા પ્રકાશને છોડતી ન હોય.

જેથી તેમણે બચુભાઈને બૂમ મારતાં છોડાવવા વચ્ચે પાડતાં વહુ સાથે છુટ્ટા હાથની મારામારી થઈ હતી. આ દરમિયાન પ્રકાશને ગળાના ભાગે નખ મારેલા હતાં. ઝપાઝપી દરમિયાન અનિતા પડી જતાં તેને માથાના ભાગે ઈજા થઈ હતી. અનિતાએ જણાવ્યું હતું કે તમને જીવતી છોડવાની નથી. પ્રકાશ, તારા બહેન અને બચુભાઈને શરીરે ઓછી વધતી ઈજા થતાં 108ને જાણ કરતાં વાલોડ સરકારી હોસ્પિટલમાં સારવાર આપી રજા આપી દીધી હતી. ત્યારબાદ વહુ અનિતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી છે.

અન્ય સમાચારો પણ છે...