તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:આશ્રમમાં ભણતી દીકરીને મળવા જતાં પિતાને અકસ્માત નડતાં મોત

બારડોલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂપેણ પાસે આગળની બાઇક યુટર્ન લેતાં મોપેડ ભટકાઇ

માંડવી ઝંખવાવ રોડ પર રૂપેણ ગામની સીમમાં આગળ ચાલતી બાઇકે અચાનક યુટર્ન લેતા પાછળ આવતી મોપેડ ભટકાઇ હતી. જેમાં રૂપેલ ગામના યુવકનું મોત થયું હતું. ઉમરપાડા તાલુકાના સેવલાણ ગામે રહેતા મનસુખભાઈ બહાદુરભાઈ વસાવાની દીકરી માંડવી તાલુકાના રૂપેણ ગામે આશ્રમ શાળામાં અભ્યાસ કરે છે.શુક્રવારે મનસુખભાઈ પોતાની એક્ટિવા મોપેડ નંબર GJ-16-CE-6567 લઈ રૂપેણ ગામે શાળામાં પોતાની દીકરીને મળવા જવા માટે નીકળ્યા હતા.

પોતાની સાથે તેમણે ગામમાં જ રહેતા ભાણીયા એવાં સુનિલભાઈ ભીમસિંગ ભાઈ વસાવા ને લીધા હતા અને આમ મામા-ભાણીયા મોપેડ પર સવાર થઇ રૂપેણ ગામે જવા નીકળ્યા હતા.તેમની મોપેડ રૂપેણ ગામની સીમમાંથી પસાર થતી હતી ત્યારે તેમની આગળ ચાલતી એક બાઈક નંબર GJ-19-N-0023 ના ચાલકે પોતાની બાઈક પૂરઝડપે અને ગફલત ભરી રીતે હંકારતા જોવા મળ્યો હતો.આ બાઇકચાલકે રોડ પરથી અચાનક જ યુ ટર્ન મારતા મોપેડ લઇ ને પાછળ ચાલતા મનહરભાઈની એક્ટિવા બાઈક સાથે ધડાકાભેર અથડાઈ હતી અને મોપેડ સવાર મામા-ભાણીયા રોડ પર પટકાયા હતા અને ઇજા પામ્યા હતા.

આ અકસ્માતના બનાવમાં મનસુખભાઈ ને માથામાં અને કપાળનાં ભાગે ગંભીર ઇજા થઇ હતી અને તેમને કોઈ સારવાર મળે એ પહેલા જ સ્થળ પર જ મોત નીપજ્યું હતું જ્યારે પાછળ બેઠેલા સુનિલભાઇ વસાવા ને પણ ડાબા ગાલ અને શરીરે ઇજા થઇ હતી.આ બનાવ અંગે માંડવી પોલીસે બાઈક ચાલક સામે ગુનો દાખલ કરી તેની શોધખોળ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...