તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વાંકાનેર ગામની યુવતીએ ફળિયામાં જ રહેતા યુવક સાથે પ્રેમ સંબંધમાં 2 વર્ષ પહેલાં માતા પિતાની વિરુદ્ધ જઈ સિવિલ મેરેજ કર્યા હોવાથી પહેલાથી જ લગ્નનો વિરોધ હોય, બુધવારની સવારે યુવતીના પિતા અને 2 સગીર ઇકો ગાડી લઈને આવ્યા હતા અને જબરજસ્તીથી હાથ પકડી ખેંચી કારમાં બેસાડી હતી. યુવતીની જેઠાણી છોડાવા જતાં, ઝપાઝપી કરી, ધક્કો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ યુવતીના પિયરમાં શોધવા જતા, યુવતીની માતાએ પણ ગાળાગાળી કરી હતી. પરણિતાને સંતાડી રાખી હોય, નહિ મળતા પોલીસમાં ફરિયાદ થઈ છે.
વાંકાનેર ગામે આશ્રમફળિયામાં રહેતા મનીષ સોમાભાઈ હળપતિ અસ્તાન ગામે કાચની દુકાનમાં નોકરી કરે છે. 2 વર્ષ પહેલાં ગામમાં જ રહેતી પ્રિયંકા તૈલી સાથે પ્રેમસંબંધ હોય, યુવતીએ માતા પિતાની વિરુદ્ધ 1લી એપ્રિલ 2019ના રોજ સિવિલ મેરેજ કર્યા હતા. બંનેની જ્ઞાતિ અલગ હોવાથી પહેલાથી જ યુવતીના માતા અને પિતા વિરોધ કરતા હતા. પોતાની દીકરીને ઘરે લાવવાનો ઈરાદો રાખી, સવારે પ્રિયંકાના પિતા મદનલાલ તૈલી, અન્ય બે સગીર સાથે ઇકો ગાડી લઈ દીકરીના સાસરે આવ્યા હતા. ઘરમાં પ્રિયંકા જેઠાણી આરતી હળપતિ સાથે કામ કરતા હતા.
ત્યારે પ્રિયંકાનો હાથ પકડી તેના પિતા મદનલાલ ખેંચી કારમાં બેસાડવા જતા પપ્પા મારે નથી આવવાનું જણાવતી હતી, જે જેઠાણી આરતીબેન જોઈ છોડાવવા દોડ્યા હતા. ત્યારે મદનલાલે દૂર ખસી જવાનું જણાવી નહિ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ઝપાઝપી કરી ધક્કો મારી પાડી નાખી પ્રિયંકાને બેસાડી ભાગી ગયા હતા.
હકીકત અંગે દિયરને જાણ કરી હતી. પરિવારના અન્ય સભ્યો આવી, મદનલાલના ઘરે તપાસ કરવા જતાં, પ્રિયંકાની માતા સુશીલાબેનએ પણ ગાળાગાળી કરી હતી. ઘરે પ્રિયંકા ન મળતા સંતાડી રાખેલ છે, શોધવા છતાં નહિ મળતા આખર આરતીબેન હળપતિએ બારડોલી પોલીસમાં મદનલાલ, સુશીલાબેન અને 2 સગીર સામે ફરિયાદ આપતા અપહરણ અને એક્ટ્રોસિટીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.