તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવતર પ્રયોગ:બારડોલીના કોષ ગામમાં ખેડૂતે પક્ષીઓથી પાક બચાવવા આખા ખેતર પર નેટ બાંધી દીધી

બારડોલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
કોષ ગામે ખેડૂતે પક્ષીઓથી જુવારના રક્ષણ માટે ખેતર પાર નેટ લગાવી. - Divya Bhaskar
કોષ ગામે ખેડૂતે પક્ષીઓથી જુવારના રક્ષણ માટે ખેતર પાર નેટ લગાવી.
 • મહુવા તાલુકાના કોષ ગામે જુવાર પકવતા ખેડૂતને પાક સાચવવા મજૂર પણ રાખ્યા નથી
 • નવી યુક્તિ સાથે ખેતી કરી વધુ નફો મેળવવા માટે નવતર પ્રયોગ કર્યો

મહુવા તાલુકાનાં કોષ ગામે એક ખેડૂતે પોતાની જમીનમાં જુવાર નો પાક વાવ્યો હતો, પરંતુ ઓછી જમીનમાં જુવાર સાચવવા માટે મજૂર રાખવા કે ખેતરમાં ચાડિયા મૂકવાના ખર્ચથી બચવા આખા ખેતરમાં નેટ બાંધી પક્ષીઓથી રક્ષણ મેળવવા અનોખો પ્રયોગ કર્યો છે.કોષ ગામે મારુતિ ફાર્મમાં 1 વીંઘાથી ઓછી જમીનમાં જુવાર બનાવી છે અને જુવારના કણશલા આવી ગયા બાદ પક્ષીઓથી જુવારને બચાવવા માટે ભારે મહેનત કરવી પડે છે. છતાં અમુક જુવારનો તો પક્ષીઓ દ્વારા બગાડ થાય છે.

નેટને લીધે માણસ રાખવાની જરૂર રહેતી નથી
જુવાર સાચાવવા માટે ખેડૂતે જાતે અથવા મજૂર રાખી ખેતરે માચડો બનાવી ઊચાઇ પર રહી પક્ષીઓ ખેતરમાં ન આવે તેની તકેદારી રાખવી પડતી હોય છે. સાથે જ ખેતરમાં ચાડિયા પણ મૂકવામાં આવતા હોય છે. ત્યારે મારયતી ફાર્મ દ્વારા બનાવાયેલી જુવારની ખેતીમાં કણશલા આવ્યા બાદ ખેતરમાં લાકડાના ટેકા લગાવી આખા ખેતર ઉપર નેટ બાંધી દેવામાં આવી છે. જેથી પક્ષીઓ ખેતરમાં ઉગેલી જુવારનું નુકશાન કરી શકતા નથી અને દિવસ રાત જુવારનું રક્ષણ થાય છે. જેમાં કોઈ માણસ રાખવાની જરૂર રહેતી નથી જેને લઈ સંપૂર્ણ જુવારનો પાક સચવાઈ રહે છે. ખેડૂતે કરેલા આ નવતર પ્રયોગને જોવા આસ પાસના જુવાર પકવતા ખેડૂતો જોવા માટે આવી રહ્યા છે.

સારુ ઉત્પાદન મળે તે માટે નવતર પ્રયોગ
આજે દરેક ખેતીઓમાં આધુનિકતા આવી રહી છે. ત્યારે મે પણ જુવાર સાચવવાની માથાકૂટ અને ખર્ચ માથી મુક્તિ મેળવવા એક અખતરા રૂપે ખેતરની ફરતે તેમજ ખેતરની ઉપર પણ નેટ લગાવી પશુ પક્ષીઓથી પાકનું રક્ષણ કરવા માટે વિચારણા કરી હતી અને તેનો અમલ કરતા હાલ મને સફળતા મળી રહેલી જણાય છે. પક્ષીઓ દ્વારા પાક નુકશાન થતું નથી અને સારું ઉત્પાદન મેળવવાની આશા છે. - નારોત્તમભાઈ, મારુતિ ફાર્મના માલિક, કોષ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો