બારડોલીના બાબેન ગામની અષ્ટવિનાયક સોસાયટીમાં રહેતું પરિવાર બુધવારની રાત્રે ઘર બંધ કરીને બીમાર મામાને ઘરે ગયા હતા, ત્યાં તસ્કરો સ્લાઇડર બારી ખોલી ઘરમાં ઘુસી દરવાજો ખોલી રોકડા 1.20 લાખ અને ઘરનો સમાન સહિતનો કિંમતી સમાન ચોરી ગયા હતા, પરિવારમાં અપરણિત દીકરાએ મહેનતથી જમા કરેલ પુજી રૂપી રોકડ રકમ ચોંરી જતા પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. જ્યારે બારડોલી પોલીસમાં જાણ કરતા ત્રણ દિવસે ઘરે પહોંચી હતી. શકદારના નામ પણ આપ્યા હોવા છતાં પોલીસે ગુનો નોંધ્યો ન હોવાનું જાણવા મળેલ છે.
બાબેનની અષ્ટવિનાયક સોસાયટીમાં રહેતા રાહુલ નામદેવ અખાડે નાનો ભાઈ અને માતા સાથે રહે છે. બુધવારના રોજ મામા દીપકભાઈ (રહે પુષ્કરપાર્ક, બાબેન)ની તબિયત ખરાબ હોવાથી રાહુલ પોતાના ભાઈ અને માતા સાથે રાત્રે ઘર બંધ કરીને મામાના ઘરે ગયા હતા. ત્યારે બંધ ઘરની સ્લાઇડરવારી બારી ખોલી અંદર ઘુસી, દરવાજો ખોલી ઘરનો સમાન વાસણ, બરસલેટ, કાંડા ઘડિયાર અને નોકરી કરી જમા કરેલ રોકડા 1.20 લાખ રોકડા તસ્કરો ચોરી ગયા હતા.
સવારે ગુરુવારે સવારે જાણ થતાં, તાત્કાલિક બારડોલી પોલીસમાં લેખિતમાં જાણ કરી હતી. પરંતુ પોલીસ સ્થળ વિઝીટ માટે શનિવારે આવી હોવાનું જાણવા મળેલ છે. ચોરીના શકદારોનો નામ પણ આપ્યા હતા. જોકે પોલીસે આ ઘટના કોઈ ગુનો નહિ નોંધ્યો ન હોવાની જાણકારી છે. વધતા ચોરીના બનાવથી પ્રજા પરેશાન છે, અને પોલીસ તસ્કરીને દમવામાં અસફળ સાબિત થઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.