ટ્રક-ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત:પલસાણા ચાર રસ્તા નજીક ટેમ્પો ચાલકે ટ્રકના પાછળના ભાગે ટેમ્પો અથડાવતા ચાલકનું મોત, ક્લિનર હોસ્પિટલમાં સારવાર હેઠળ

બારડોલી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

મહારાષ્ટ્રના નાસીકથી ફૂલ ભરીને સુરત આવવા નીકળેલા ટેમ્પાને પલસાણા ચાર રસ્તા નજીક અકસ્માત નડ્યો હતો. ટેમ્પાનાં ચાલકે ટેમ્પો પુરપાટ ઝડપે હંકારી ટ્રકનાં પાછળના ભાગે અથડાવી દેતા ટેમ્પા ચાલક યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

ચાલકનું મોત, ક્લિનરને ગંભીર ઈજાઓ
ઘટના બાબતે પ્રાપ્ત થતી માહિતી મુજબ મહારાષ્ટ્રનાં નાસીક ખાતેથી અશોક લેલેન્ડ ટેમ્પામાં ફૂલ ભરી ગત 31 જુલાઈનાં રોજ ડ્રાઇવર અને ક્લીનર સુરત ખાતે જવા નીકળ્યા હતા. દરમિયાન મુંબઈ - અમદાવાદ નેશનલ હાઇવે નં. 48 પર ટેમ્પો ધડાકાભેર ટ્રકનાં પાછળના ભાગે અથડાયો હતો. પલસાણા ચાર રસ્તા નજીક થયેલા અકસ્માતમાં ટેમ્પા નં. MH-16-CD-2494નો ખુરદો થઈ ગયો હતો. 29 વર્ષીય ચાલક ભાનું એકનાથ થોરાત રહે. કુલચાંદ ગામ, થાના- પથરાડી, જી- અહમદનગરનાઓને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. જ્યારે ટેમ્પામાં સુતેલા ક્લીનર તાતીયારામ ગજઘાટેને પણ શરીરના ભાગે નાની મોટી ઈજાઓ થઈ હતી.

પોલીસે ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી
હાઈવે પરથી પસાર થતા રાહદારીઓએ અકસ્માત જોઈ તાત્કાલિક 108ની ટીમને જાણ કરી સારવાર અર્થે બન્ને ઇસમોને પલસાણાની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે ટેમ્પો ચાલક ભાનું થોરાતને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ પલસાણા પોલીસને કરવામાં આવતા પોલીસે ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...