વરસાદની સિઝન જામી રહી છે, બારડોલી નગરમાં તાજેતરમાં જિલ્લા ભાજપની આગેવાનીમાં વૃક્ષા રોપણ કર્યું હતું, અગાઉ પણ આવા કાર્યક્રમ કરી વાહવાહી મેળવી રહ્યું છે. જે હકીકતમાં માત્ર ફોટોશેસન જ સાબિત થઈ રહ્યું છે. કરોડોના ખર્ચે બનેલ નગરની કેનાલનો લિંક રોડ પર 2 વખત વૃક્ષા રોપણ કરાયું, પરંતુ હકીકતમાં જેટલા ખાડા ખોદાયા એટલા જ વૃક્ષરોપણ થયું હશે. કારણ હજી, કેનાલના બન્ને ડીવાઇડરમાં જગ્યાઓ ખાલી છે. વરસાદમાં વૃક્ષ રોપણ કારગત સાબિત થાય છે. જ્યારે પાલિકાના શાસકો અને અધિકારીઓને ડીવાઇડરમાં હરિયાળી ફેલાવવામાં જાણે રસ ન હોવાનું હાલ સ્થિતિ જોતા લાગી રહ્યું છે.
બારડોલી નગરપાલિકાના પ્રમુખ તેમજ કારોબારી અધ્યક્ષની પાલિકાની નવી ટીમ માટે ચોમાસુ સિઝન પહેલી હોય, નગરમાં વૃક્ષા રોપાણ કરીને નગરનો હરિયાળું બનાવવા માટેની પ્રાયોરિટી આપવા બાબતે અગાઉ જણાવી ચુક્યા છે. અને નગરમાં અત્યાર સુધી ઘણી વખત વૃક્ષારોપણના કાર્યક્રમો પણ કરવામાં આવ્યા છે. જે નગરજનોના હિત માટે ખૂબ જ સારી વાત કહી શકાય. પરંતુ જે સ્થળે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે, એ સ્થળ પર માત્ર નામ પૂરતા વૃક્ષનું રોપણ કરવાની જગ્યાએ, જેટલી જગ્યા ખાલી હોય, એક સાથે વૃક્ષરોપાન કરવાની જરૂર છે.
કરોડો રૂપિયાના કેનાલનો લિકરોડના બને તરફના ડિવાઇડરમાં જગ્યા ખાલી હોય, આ સ્થળ પર બે વખત વૃક્ષારોપણ કરવા છતાં ડિવાઈડરમાં જગ્યા ખાલી છે. માત્ર મહેમાન પૂરતા ખાડા ખોડી અંદર રોપાણ કર્યા પછી, ધ્યાન આપવામાં આવતું નથી. ત્યાંથી પદાધિકારીઓ ફોટા સેસન પછી નીકળી ગયા બાદ આગળ વધેલી જગ્યામાં વૃક્ષારોપણ કરવાનું આયોજન થઈ શકયુ નથી. પરિણામે ડીવાયડરો હજુ પણ ખાલી જોવા મળે છે, આ રીતે કાર્યક્રમ બાદ યોગ્ય પ્લાનિંગ કરવામાં પાલિકા નિષ્ફળ બનશે તો, હરિયાળું નગર બનાવવાની વ્યાખ્યામાં ફિટ બેસી શકેશે નહિ.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.