તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:જિલ્લાના 9,91,234 મતદારો પોતાના પ્રતિનિધી નક્કી કરશે

બારડોલી10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • તા.પં.ની 176, જિ.પં.ની36 બેઠક માટે મતદાન

રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આગામી તા.28 ફેબ્રુ.ના રોજ જિલ્લા પંચાયતની 36 બેઠક અને તાલુકા પંચાયતની 176 બેઠકોની ચૂંટણી યોજાશે. સુરત જિલ્લાના 09 તાલુકામાં ચોર્યાસી, ઓલપાડ, કામરેજ, પલસાણા, બારડોલી, મહુવા, માંડવી, માંગરોળ અને ઉમરપાડામાં ચૂંટણી યોજાનાર છે. મતગણતરી તા.02 માર્ચના રોજ થશે. 09 તાલુકામાં 4,96,813 પુરૂષ, 4,84,106 મહિલા અને 15 ત્રીજી જાતિના મતદારો મળી કુલ 9,81,234 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.

તાલુકાઓમાં કુલ 1180 મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન મથક દીઠ સરેરાશ 832 મતદારો નોંધાયા છે. 9 તાલુકાઓ માટે ચૂંટણી કામગીરી માટે કુલ 1180 મતદાન મથકો માટે 1180 પ્રિસાઈડિંગ ઓફિસરો, 125 રિઝર્વ પ્રિસાઈડિંગ ઓફિસરો, 1180 આસિ.પ્રિસાઈડિંગ અને 127 રિઝર્વ આસિ. પ્રિસાઈડિંગ ઓફિસરો, 3231 પોલિંગ ઓફિસરો, 245 રિઝર્વ પોલિંગ ઓફિસરો ફરજ બજાવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો