બેદરકારીનું પરિણામ:જિલ્લામાં કોરોના રોજ પોતાના જ રેકોર્ડ તોડવા માંડ્યો, ફરીથી સર્વોચ્ચ 132 કેસ

બારડોલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 6 માસમાં સંક્રમિતોની સંખ્યા 7549 પર પહોંચી

સુરત જિલ્લામાં લોકડાઉન થતા જ માર્ચમાં જ પહેલો દર્દી મળ્યો હતો. ત્યારબાદ કોરોનાથી બચાવવા માટે વહીવટીતંત્રે ખૂબ જ અસરકારક કામગીરી કરી હતી. લોકોમાં જાગૃતતા લાવવા અવનવી તરકીબો પણ અજમાવી હતી. છતાં 6 માસ બાદ પરિણામ કઈ ઓર જ જોવા મળ્યું છે. આટલા સમયમાં 7549 સંક્રમીતોની સંખ્યા પર પહોંચી છે. કારણ હજુ આપણે માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગ રાખવાની ગંભીરતા સમજી શક્યા નથી. અનલોક થતા જ ભીડનો માહોલ, માસ્ક પહેરવું નહીં, સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા ઉડાવી રહ્યા છે. કોરોનાથી બચવું હોય તો, દરેક વ્યક્તિએ જાગ્રત થવું પડશે. માસ્ક પહેરીએ અને લોકોને પણ પહેરવા જાગૃત કરીએ. આપણે કોરોનાથી બચવુ હોય તો, માસ્ક જ વેકસીન છે.

બારડોલીમાં સંક્રમણની સંખ્યામાં સતત વધારો છતાં લોકો કોરોના ગાઈડ લાઈનનું પાલન કરતા નથી. શાકભાજી માર્કેટમાં મોટા ભાગના વિક્રેતાઓ માસ્ક પહેરતા નથી. મોઢાનું માસ્ક ગળામાં જ શોભતું જોવા મળે છે.

મંગળવારે વધુ 3 મોત નોંધાયા
સુરત જિલ્લામાં 6 માસમાં 29મી સપ્ટેમ્બરનો દિવસ કોરોનાએ રેકર્ડ કર્યો હતો. મંગળવારે સૌથી વધુ 132 સંક્રમીતો નોંધાયા હતા. અત્યાર સુધીમાં કુલ 7549ની સંખ્યા પર પહોંચી છે. જ્યારે બારડોલીમાં કોરોનાની સારવાર લઈ રહેલા 3 દર્દીનું મોત થયું હતું. જેમાં 79 વર્ષના વૃદ્ધ, 93 વર્ષના વૃદ્ધ અને 55 વર્ષીય આધેડનું મોત થયું હતું. જિલ્લામાં સંક્રમિતોની સદી સાથે રિકવર થયેલ દર્દીઓની પણ સદી નોંધાય હતી. 107 દર્દીઓએ કોરોનાને માત આપી હતી. અત્યાર સુધીમાં 6210 દર્દીઓ સાજા થઈ ગયા છે.

બારડોલી તાલુકામાં નવા 19 કેસ નોંધાતા કુલ આંક 1244
આજરોજ બારડોલી શહેરનાં કુલ 19 કોરોના ગ્રસ્ત દર્દીઓ મળેલ છે 55 વર્ષ પુરુષ એમ એન પાર્ક બારડોલી , 82 વર્ષીય પુરુષ ખોજ પટેલ ફળિયુ, 34 વર્ષીય પુરુષ આર બી અપાર્ટમેન્ટ ખોજ, 20 વર્ષીય યુવક ભેંસુદલા દાંડી ફળિયુ,12 વર્ષીય તરુણ અને 10 વર્ષીય તરુણી ભામૈયા પટેલ ફળિયુ,56 વર્ષીય પુરુષ જૂની કોલોની, 13 વર્ષીય તરુણી, 72 વર્ષીય પુરુષ અને 28 વર્ષીય પુરુષ મોટી ભટલાવ પટેલ ફળિયુ 47 વર્ષીય પુરુષ ભુવાસણ, 50 વર્ષીય પુરુષ પટેલ ફળિયું બાબલા, 42 વર્ષીય પુરુષ સાઈ રત્ન રો હાઉસ ,51 વર્ષીય પુરુષ પ્રભુનગર મઢી ,30 વર્ષીય મહિલા અને 35 વર્ષીય પુરુષ કૈલાશ નગર મઢી, 65 વર્ષીય મહિલા રત્ન કળશ એપાર્ટમેન્ટ તેન, 20 વર્ષીય યુવતી અને 21 વર્ષીય યુવક હળપતિવાસ બાબેન

અન્ય સમાચારો પણ છે...