કામરેજ વિસ્તારમાં ને.હા 48 પર ઘલા પાટીયા પાસેના ક્રોસીંગ પાસે દિવસે દિવસે ટ્રાફિક સમસ્યા વકરી રહી છે. વર્ષોથી રજૂઆત કરવામાં આવી રહી હોવા છતાં, નેતાઓ પણ પાંગળા સાબિત થઈ રહ્યા છે. વર્ષોના વહાણા વીતી ગયા પછી સ્થિતિ હાલ બદતર બની છે. ક્રોસિંગ પર ટ્રાફિક ભરમાર વધી ગયો છે. જેના કારણે હાઇવે પર પણ કતાર લાગી જતી હોય છે. સ્થાનિકો માટે સમસ્યા માથાનો દુખાવો બની ગઈ છે.
માંડવી તાલુકાના બૌધાન અને વિરપોર તેમજ કામરેજ તાલુકાના કરજણ,ઘલા આખાખોલ સહિત મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારના પ્રજા જનો ને.હા નંબર 48 ને જોડતા ઘલા પાટીયા ક્રોસીંગનો ઉપયોગ કરતા આવ્યા છે. ઘલા પાટીયા પાસેના ક્રોસીંગ પાસે દિવસે દિવસે ભારે વાહનોને કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યા વધુ વિકરાળ અને ભયાવહ થતી જાય છે.
વર્ષોથી ઓવરબ્રીજને ઝંખતું ઘલા પાટીયા પાસેનું ક્રોસીંગ જો ઓવરબ્રીજ બનાવવામાં ના આવે તો વારંવાર મોટી જાનહાની શક્યતા નકારી શકાતી નથી. અકસ્માત નો પણ સતત ભય સેવતો હોય છે. ઘણી વખત ક્રોસિંગ કરવા લાંબા સમય સુધી વાત જોવી પડતી હોય છે. લોકોનો કીમતી સમય બગડી રહ્યો છે. નવા પ્રજાના પ્રતિનિધિઓ તાજેતરમાં ચૂંટાયા હોય, પ્રજાની સમસ્યાને ઉચ્ચ સ્તરે રજૂ કરી નિવારણ લાવવા પ્રયત્નો કરે એવી પ્રજાની પણ આશા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.