દુર્ઘટના:ટેમ્પોમાં બાઇક ઘુસી જતા ચાલકનું મોત,પાછળ બેસેલા 2 યુવકને ઇજા

માંડવી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મરણ પ્રસંગમાંથી પરત ફરી રહેલા અરેઠના યુવકોને અકસ્માત

માંડવી તાલુકાના અરેઠ ખાતે રહેતો યુવક અન્ય બે યુવકને લઈ બૌધાન ખાતે મરણ પ્રસંગમાં ગયા હતાં. ત્યાંથી પરત ફરતાં કેવડિયા ગામની સીમમાં અજાણ્યા ટેમ્પોના પાછળના ભાગે બાઈક ભટકાતા ચાલક મુકેશ ગામીતનુ મોત નીપજ્યું હતું. જ્યારે બાઈક પાછળ બેઠેલા રમણ ગામીતને ઈજા થવાથી અરેઠ સારવારહેઠળ ખસેડાયો હતો.

માંડવી કીમ રોડ પર આવેલ અરેઠ ગામના કુંભાર ફળિયામાં રહેતા મુકેશ જાતરભાઈ ગામીત (30) , ભગુ ભીખા ગામીત અને રમણભાઈ ઉક્કડભાઈ ગામીત સાથે પોતાની હીરોહોન્ડા બાઈક નં (GJ-19AL-8095) લઈ રમણભાઈ ઉક્કડભાઈ ગામીત સાથે મરણ પ્રસંગ ગયા હતાં.

જ્યાંથી પરત ફરતી વખતે કેવડિયા ગામની સીમમાં અજાણ્યા ટેમ્પો પાછળના ભાગે બાઈક ભટકાવી દેતા તેનું ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું હતું. જ્યારેબાઈકની પાછળ બેઠેલા રમણભાઈ ઉક્કડભાઈ ગામીત અને ભગુભાઈ ગામીતને ને ઈજા થતાં સારવાર માટે અરેઠ સરકારી દવાખાને ખસેડાયા હતાં. આ ઘટનામાં પોલીસે ગુન નોંધી તપાસ હાથ ધરેલ છે.

અન્ય સમાચારો પણ છે...