તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:સુરત ગ્રામ્યમાં કોરોનાના દૈનિક કેસ ઘટીને હવે 40ની પણ અંદર

બારડોલી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
જૂનમાં કોરોનાનો ગ્રાફ સતત નીચે - Divya Bhaskar
જૂનમાં કોરોનાનો ગ્રાફ સતત નીચે
  • સોમવારે નવા 39 કેસ સામે 76 રિકવર, એકનું મોત

સુરત જિલ્લામાં કોરોના કાબૂમાં આવ્યો હોય તેમ કોરોનાના કેસમાં લગાતાર ઘટાડો નોંધાઈ રહ્યો છે. સોમવારના રોજ જિલ્લામાં નવા 39 કેસ નોંધાતા કુલ 31669 લોકો સંક્રમીત થઈ ચૂક્યા છે. 76 લોકોએ કોરોનાને માત આપતાં અત્યાર સુધીમાં 30289 લોકો સંક્રમણ મુક્ત થયા છે. આજરોજ માંગરોળ તાલુકાના લવેટ ગામના 38 વર્ષીય યુવકનું કોરોનાને કારણે મોત નીપજ્યું છે. જેની સાથે મોતનો આંકડો 471 પર પહોંચ્યો છે. જિલ્લામાં હાલ 909 લોકો સારવાર લઈ રહ્યાં છે.

જિલ્લામાં સોમવારે તાલુકા મુજબ નોંધાયેલા કેસ

તાલુકોઆજેકુલ
ચોર્યાસી45084
ઓલપાડ14202
કામરેજ35848
પલસાણા33541
બારડોલી95042
તાલુકોઆજેકુલ
મહુવા152323
માંડવી02172
માંગરોળ43146
ઉંમરપાડા0311
કુલ3931669
અન્ય સમાચારો પણ છે...