ટ્રકની અડફેટે કારને નુકસાન:કાર માલીક સહિના ચાર ટ્રકના 4 જોડી ટાયર કાઢી ગયા

બારડોલી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કડોદરામાં સર્વિસરોડથી હાઇવે પર જવા ટર્ન લેતા અકસ્માત થયો હતો

કડોદરા નગરમાં શુક્રવારે ટ્રક સર્વિસ રોડ પરથી હાઇવે પર ટર્ન લેતી વખતે એક કારને અડી જતા નુકશાન થયું હતું. ટ્રક માલિક સ્થળ પર આવતા અંદર સવાર 4 લોકોએ કારના નુકશાન અંગે દોઢ લાખ રૂપિયાની મંગણી કરી હતી. ટ્રક માલિકે રૂપિયાની માંગણી વધુ હોવાથી આપવાની ના પાડી કાયદેસર કાર્યવાહી કરવા જણાવી ટ્રક માલિક નીકળી ગયો હતો. ત્યારબાદ કારમાં સવાર ચારે ઈસમો ટ્રકને સાઈડમાં લઈ જઈ, ચાર જોડી ટાયર ખોલાવી અંદાજીત 2.20 લાખના ટાયર ટેમ્પમાં ભરી ગયા હતા.

ટ્રક માલિકે ટાયરની માંગણી કરતા કાર માલિકે ધમકી આપતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો.કડોદરામાં રહેતા સતવીરસીંગ પ્યારેલાલ યાદવ ( મૂળ રહે, હરીયાણા)ની કડોદરા ચાર રસ્તા પાસે સ્પીડેક્ષ લોજીસ્ટક નામનો ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે.શુક્રવારના રોજ બપોરના સમયે તેમની ટ્રક નં. GJ-19-X-4342નો ચાલક ટ્રક લઈને કડોદરા સી.એન.જી. કટ પાસેથી, સર્વિસ રોડ પરથી હાઇવે પર ચઢવા ટર્ન લેતો હતો. ત્યારે કડોદરા તરફથી એક નંબર વગરની લાલ કલરની ફોર વ્હિલ ને ટ્ક્કરલાગી જતા કારને નુક્શાન થયું હતું.

કાર ચાલકે ગાડીની નુકશાનીનો ખર્ચો દોઢ લાખની માંગણી કરી હતી. જેથી ટ્રક માલિકે ખર્ચો વધારે હોવાથી પૈસા આપવાની ના પાડેલ અને એકસીડન્ટ બાબતે કાયદેસર કાર્યવાહી કરવા જણાવી નીકળી ગયો હતોે જેથી ડ્રાઇવરને ધમકીઓ ટ્રકમાં ફીટ કરેલ ટાયરોમાંથી ચાર જોડી ટાયરો ખોલાવી, 2,20,000 રૂપિયાના ટાયરો ટેમ્પામાં ભરી ગયા ઘટના અંગે કારના માલિક પરવાના (રહે.કડોદરા સદભાવના સોસાયટી તા.પલસાણા), વહીદ (રહે કડોદરા સદભાવના સોસાયટી તા.પલસાણા) તથા ગુફાન (રહે.કડોદરા તા.પલસાણા) તથા વાહિદનો સાળા વિરૂધ્ધમાં ફરીયાદ નોંધાવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...