તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:ATM પ્રકરણમાં કાર વેસ્માથી ચોરીના થોડા કલાકો પહેલા ચોરી થઈ હતી

બારડોલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરત જિલ્લાની પોલીસ કારના કાગળો ચેક કરવા લાગી

વેલાછા સુરત ડિસ્ટ્રીક બેંકની નાએટીએમ કાપીને 8.68 લાખની ચોરીમાં વપારયેલ ઈકો કારને ચોરીના થોડા કલાક પહેલા નવસારીના વેસ્માથી ચોરી કરીને લાવવામાં આવી હતી. વધુ ઈકો કારની ચોરી બાદ સુરત પોલીસ ઈકો કારની પાછળ લાગી છે. માંગરોળ તાલુકાના વેલાછા ગામે સુરત ડિસ્ટ્રીક્ટ બેંકના એટીએમ ગેસ કટરથી કાપીને 8.68 લાખની ચોરીમાં ચોરો ઈકો કાર લઈને આવ્યા હતાં. તે કાર ચોરીના થોડા કલાકો પહેલા જ નવસારી વેસ્માથી ચોરી કરીને લાવ્યા હતાં.

આ કારમાં પંક્ચર પડતાં તસ્કરો કારને ત્યાં જ મુકીને અન્ય ઈકો કાર ચોરી કરીને લઈ ગયા હતાં. પોલીસ હાલ ટેકનિકલ એનાલિસીસ તેમજ હ્યુમન ઈન્ટલીજન્સની મદદ મેળવી રહી છે. જિલ્લામાં મોટેભાગની ચોરી ઈકો કારમાં થતી હોય અને ઈકો કારની ચોરી વધુ થતી હોય. પોલીસે શંકાસ્પદ ગતિવિધી ધરાવતી કારનું સઘન ચેકિંગ શરૂ કર્યું છે. સુરત ડિસ્ટ્રીક કો.ઓ બેંકના 4 એટીએમને તસ્કરોએ ટારગેટ બનાવ્યા છે. બેંકમાંથી ચોરી અટકાવવા ઈસર્વેલન્સ સિસ્ટમ લગાવી છે. પંરતુ ઈ સર્વેલ્સ સિસ્ટમને તસ્કરોએ થાપ આપી હોવાનું વેલાછાની ઘટનામાં દેખાઈ આવ્યું છે. માત્ર ઈસર્વેલન્સ સિસ્ટમને ભરોસે એટીએમ રેઢા મુક્યા છે. આ બાબતે પોલીસે નારાજગી દર્શાવી ઈસર્વેલન્સ સિસ્ટમની જગ્યાએ બેંકમાં વોચમેન મુકવા પર જોર મુક્યું છે.

બે દિવસ પહેલા 14.18 લાખ જમા થયા હતા
વેલાછા ખાતે એટીએમમાં 25મી જૂનના રોજ બેંકના એટીએમમાં બેંક દ્વારા14,18,000 રૂપિયાની કેશ એટીએમ મશીનમાં મુકવામાં આવી હતી. બે દિવસ પહેલા ચોરી થઈ હોય ત તો સંખ્યાનો આંકડો મોટો હોત.

અન્ય સમાચારો પણ છે...