રોષ:ગ્રામજનોએ પ્રશ્નોનો મારો ચલાવતા ઉમેદવારે સભા છોડીને ચાલતી પકડી

બારડોલી2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાઇવે પર સર્વિસ રોડની માગ ન સંતોષાતા સ્થાનિકોમાં રોષ
  • બારડોલીના ઉવા ગામે ચૂંટણી પ્રચાર દરમિયાનની ઘટના

મહુવા વિધાનસભાના ઉમેદવાર અને સતત બે ટર્મથી ધારાસભ્ય મોહનભાઇ ધોડિયા મંગળવારના રોજ મહુવા વિધાનસભામાં સમાવિસ્ટ બારડોલીનાં ઉવા ગામે ચૂટણી પ્રચાર માટે ગયા હતા. તે દરમિયાન ઉવા ગામના લોકોના 10 વર્ષથી પડતર પ્રશ્નન ઉગ્ર રજૂઆત કરતાં ધારાસભ્ય યોગ્ય જવાબ નહીં આપી શકતા સભા છોડી ગયા હતા.

ઉવા ગામની સીમમાથી પસાર થતાં હાઇવે નં 53 પર ગામમાં આવવા જવા માટે 300 ફૂટનો સર્વિસ રોડ બનાવવા માટે 10 વર્ષથી માંગ કરી રહ્યા હતા. જોકે લોકોની માગ નહી સંતોષાતાચૂંટણી પ્રચારમાં આવેલા ધારાસભ્ય અને હાલના મહુવાના ઉમેદવારને સવાલ કર્યા હતા, કે આપની સરકાર હોવા છતાં કેમ અમારું કામ પૂર્ણ થયું નથી.

ત્યારે મોહનભાઈએ ગ્રામજનોને કહ્યું કે આ સાંસદ સભ્યના લેવલનું કામ છે, એટલે લોકો ઉગ્ર રજૂઆતો કરી લેખિતમા ક્યારે અમારું કામ થશે, એમ જણાવતા આખર, પરિસ્થિતી પામી ગયેલા ભાજપના ઉમેદવારે માઈક્રોફોન ટેબલ પર મૂકી લોકોને હાથ જોડી સભા છોડી ત્યાંથી ચાલતી પકડી હતી.

અન્ય સમાચારો પણ છે...