તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુસાફરો મુશ્કેલીમાં:આગળ બેરિકેટ ગોઠવી દેવાતા માણેકપોરનું બસ સ્ટેન્ડ બેકાર

બારડોલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
માણેકપોર ગામે બસસ્ટેન્ડની આગળ બેરિકેટ ગોઠવીને માર્ગ બંધ કરી દેવાતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા. - Divya Bhaskar
માણેકપોર ગામે બસસ્ટેન્ડની આગળ બેરિકેટ ગોઠવીને માર્ગ બંધ કરી દેવાતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા.
  • રસ્તો બંધ હોવાને કારણે બસો ઉભી ન રહેતા મુસાફરો મુશ્કેલીમાં
  • બસ પકડવા માટે મુસાફરોને ના છુટકે ખુલ્લામાં ઉભા રહેવાની નોબત

બારડોલી તાલુકાના માણેકપોર ગામની સીમ માથી પસાર થતાં નેશનલ હાઇવે નં. 53 પર હાઇવે ઓથોરીટી દ્વારા લાખો રૂપિયાના ખર્ચે મુસાફરોની સવલત માટે બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું હતું સાથેજ હાઇવે ની બાજુમાં બસ સ્ટેન્ડ સુધી એસટી બસને જવા માટે અલગ રસ્તો પણ બનાવાયો હતો અને લાખો રૂપિયાના ખર્ચે બનાવાયેલી આ સુવિધા નજીક જ હાલ પોલીસ તંત્ર દ્વારા ચોકી બનાવી દેવાય છે. સાથેજ બસ સ્ટેન્ડ સુધી જતાં માર્ગ પર બેરીકેટ ગોઠવી દેવાતા બસ હાઇવે પરથી બારોબાર પસાર થાય છે.

જેથી બસ સ્ટેન્ડ બિન ઉપયોગી બન્યું છે અને મુસાફરોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સાથેજ હાઇવે પર બસ થોભાવી જીવના જોખમે બસમાં મુસાફરોએ ચઢ-ઉતર કરવું પડી રહ્યું છે જેથી મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે. મળતી વિગતો મુજબ માણેકપોર બસ સ્ટેન્ડ નજીક પોલીસે ચોકી બનાવી અને ત્યાં લોખંડ ની બેરીકેડ ના આડશ મુકી દેતા બસ સ્ટેન્ડ બિનઉપયોગી બની ગયું છે. બસ બારોબાર જઈ રહી છે જેને લઇને મુસાફરોમાં મુશ્કેલી વધી ગઈ છે પોલીસ તંત્ર દ્વારા તાકિદે ચોકી અન્ય સ્થળે હટાવે અને બસસ્ટેન્ડ પ્રજાના ઉપયોગ માટે પુનઃ ચાલુ થાય એવી લોક માંગ ઉઠી છે.

હાલ ચોમાસાની સીઝન ચાલે છે. અને બસ સ્ટેન્ડ બિન ઉપયોગી બની જતાં બારડોલી તરફ જતા મુસાફરોએ નાછૂટકે ભાર વરસાદમાં ખુલ્લામાં ઉભા રહેવું પડે છે અને બસ ચાલકો પણ સર્વિસ રોડ પર આવેલા બસ સ્ટેનડ પાસે બસ ના લઈ જઇ શકતા ના છૂટકે રોડ પર જોખમી રીતે રોડની વચ્ચોવચ બસ ઉભી રાખવી પડે છે પ્રજાની સુવિધા માટે બનાવેલો બસ સ્ટેન્ડ હાલ શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે. ત્યારે કોઈક મુસાફરોનો ભોગ લેવાય પછીજ પોલીસ ચોકી અન્ય સ્થળે હટશે? એવા સવાલો હાલ ઉઠી રહ્યા છે. પોલીસ દ્વારા આ બાબતે સ્થાનિકોને પડતી મુશ્કેલી વહેલી તકે દૂર કરે એવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...