તપાસ:તેનના યુવકની લાશ મીંઢોળામાંથી મળી

બારડોલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક

બારડોલીના તેનમાં આવેલી તુલસી રેસીડેન્સીમાં રહેતા 40 વર્ષીય ઉમંગભાઇ દલપતભાઇ લાડ મંગળવારે સવારે ઘરેથી નીકળ્યોાહતા. ત્યારબાદ ઘરે પરત નહિ ફરતા શોધખોળ હાથ ધરી હતી. પરંતુ કોઈ પતો મળ્યો ન હતો. બુધવારે સવારે પરિવાર પોલીસમાં યુવાનના ગુમ થવા બાબતે ફરિયાદ આપવા જવાના હતા, ત્યારે જ તલાવડી નજીકથી પસાર મિઢોળા નદિના પાણીમાં યુવકની લાશ હોવાનું અને જે ઉમંગ લાડની હોવાનું માલુમ થતા જ સ્થળ પર પહોંચી ગયા હતા, બારડોલી ફાયરની ટીમે લાશને બહાર કાઢી હતી. પ્રાથમિક તપાસ બાદ યુવકનું મોત પાણીમાં ડૂબી જતાં મોત થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...