અકસ્માત મોત:વાલોડ પાસેની ચીક ખાડીમાં ડૂબેલા આધેડની લાશ મળી, માછલી પકડતી વેળાએ ડૂબી ગયા હતા

માયપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વાલોડ ડોડીયા ફળિયા ખાતે રહેતા ભરતભાઈ ભીખાભાઈ રાઠોડ તારીખ 9મી ના રોજ તેમના મિત્ર અને ફળિયામાં રહેતા કનુભાઈની સાથે માછલી મારવા માટે ઉપર ગયા હતા, તેઓ માછલી પકડવા નદી કિનારે પથ્થર પર બેસેલ હતા તે અરસામાં ભરતભાઈનો પગ લપસી જતા તેઓ ચીક ખાડીમાં આવેલ ભીષણ પાણીના લીધે પાણીમાં ખેંચાઈ ગયા હતા.

કનુભાઈ આ ઘટનાને નજરે નિહાળી ગભરાઈ જઈ રાત્રિના સમયે ઘરે સૂઈ ગયા હતા. ત્યારબાદ સવારે ભરતભાઈના પુત્ર અને પત્ની લોકોએ તપાસ કરતા અને પૂછપરછ કરતા તેમણે સમગ્ર હકીકત જણાવી હતી. જે બાદ સોમવારે બપોરના સમયે ભરતભાઈની લાશ ડોડીયા ફળિયા ખાતે જોવા મળી હતી.

વાલોડના તરવૈયાઓએ વહીવટી તંત્ર દ્વારા સ્થળ પર પહોંચ્યા હતા ત્યારે મૃતકના સગાઓ દ્વારા લાશને ચિક ખાડીમાંથી બહાર લઈ આવ્યા હતા, યુવાનો દ્વારા ભરતભાઈની લાશને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...