જન્મજયંતિની ભવ્ય ઉજવણી:બારડોલીમાં શીખ સંપ્રદાયના ગુરુ ગોવિંદસિંહની જન્મજયંતિની ઉત્સાહભેર ભવ્ય ઉજવણી કરાઈ

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બારડોલીમાં રહેતા શિખ સંપ્રદાયના પરિવારો સહિત સુરત અને તાપી જિલ્લાના અનુયાયીઓની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે આજરોજ બારડોલીમાં દસમાં અને આખરી ધર્મ ગુરુ ગોવિંદસિંહ સાહેબની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરાઈ હતી.

બારડોલીના તેન રોડ ખાતે આવેલા ગુરુદ્વારા મુકામે આજે સવારે ગુરુ ગ્રંથ સાહેબનો પાઠ તથા ભોગના કાર્યક્રમ બાદ બપોરના બારડોલીના રાજમાર્ગ ઉપર પંચ પ્યારે અને પાંચ કાકર( કેશ, કડુ, કિરપાણ, કંધા( કાંસકો) અને કચ્છો) સાથે સેકડોની સંખ્યામાં ગુરુ ગ્રંથ સાહેબની શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રા દરમિયાન ઈચ્છુક અનુયાયીઓના ઘરે અને વ્યવસાયના સ્થળોએ ગ્રંથ સાહેબની પધરામણી કરી શીખ અને સિંધી સમાજના લોકોએ ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...