તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બારડોલી તાલુકાના બાબેન ગામે રહેતો સાગર મહેશભાઈ પટેલ શુક્રવારે યુવતી સાથે બાઇક (GJ-19AR-2723) લઇ ફરવા ગયો હતો. જ્યાંથી રાત્રિના સમયે પરત ઘરે આવી રહ્યો હતો ત્યારે ખરવાસા ગામે તેની મોટરસાઈકલ શેરડીના ગાડા સાથે અથડાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ગાડાની એંગલ સાગરની છાતીની આરપાર થઇ પાછળ બેસેલી યુવતીના ગળામાં ઘુસી ગઇ હતી.
યુવતીનું સારવાર દરમિયાન મોત
જેને કારણે યુવતીને પણ ગંભીર ઈજા પહોંચી હતી. ઘટના જાણ થતાં લોકટોળુ એકત્ર થઈ ગયું હતું. ઘટના અંગે 108ને જાણ કરવામાં આવતા સારવાર માટે સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. સર્જાયેલા ગંભીર અકસ્માતમાં યુવક અને યુવતીનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું જાણવા મળેલ છે.
ભારે જહેમતે લોખંડની એંગલ બહાર કઢાઇ
ગાડાની લોખંડની એંગલ યુવકની છાતીની આરપાર થઇ ગઇ હતી. આ અેંગલ એટલી ભયંકર રીતે ઘુસી ગઇ હતી કે તેને બહાર કાઢવામાં પણ ભારે જહેમત કરવી પડી છે.
સપ્તાહ પહેલાં જ સાગર પટેલની બર્થ ડે ગઇ હતી
અકસ્માતમાં મોતને ભેટનાર યુવકની એક સપ્તાહ પહેલા જ જન્મદિવસ ગયો હતો. યુવકે પોતાનો જન્મ દિવસ પોતાના મિત્રો સાથે આનંદ ઉલ્લાસથી ઉજવ્યો હોવાનું જાણવા મળે છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.