ભાવુક વિદાઇ:ભૂલકાઓને પ્રિય ઈમુની જોડી 13 વર્ષે તૂટી, ભૂવનેશ્વરી બાગમાં ઇમુનું યુગલ વર્ષોથી બાળકોનું મનોરંજન કરતું હતું

બારડોલી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાથીદારને મૃત જોઇને અન્ય ઇમુ જાણે કહી રહ્યું હતું તારી વગર જીવાશે નહીં - Divya Bhaskar
સાથીદારને મૃત જોઇને અન્ય ઇમુ જાણે કહી રહ્યું હતું તારી વગર જીવાશે નહીં
  • ઝાળીમાંથી ડોકી બહાર કાઢતા કૂતરાએ દબોચી લીધી

બારડોલી નગરની ભૂવનેશ્વરી સોસાયટીના બાગમાં છેલ્લા 13 વર્ષથી બાળકોના પ્રિય એવા ઈમુ પક્ષીની જોડી શુક્રવારે તૂટી છે. મળસકે ઈમુ પક્ષી જાડીની બહાર ડોક કાઢતાં બાગમાં ઘૂસી ગયેલા કૂતરાએ ડોક મોઢામાં પકડી ખેંચતાં માથુ છુટુ થઈ જતાં મોત થયું હતું. વનવિભાગના અધિકારીને જાણ કરતાં રિપોર્ટ કરી પક્ષીને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. 

બારડોલીના નગર સેવક નટવર રાઠોડે પોતાના ખર્ચે બાળકોને મનોરંજન મળે એ આશયથી ઈમુ પક્ષીની જોડી બાગમાં રાખી હતી. થોડા સમય નગર સેવકે પોતાના ખર્ચે ઈમુ પક્ષીની માવજત કરી હતી. ઈમુ પક્ષીઓ બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર હતાં. સવારે બાગમાં ખુલ્લામાં વિહાર કરતાં ઈમુ પક્ષીની જોડીન જોઈ મન પ્રસન્ન થઈ જાય તેવો નજારો જોવા મળતો હતો. આ પક્ષીની જોડી શુક્રવારે તૂટી ગઈ હીત. મળસકે બાગમાં ઘુસેલા કૂતરાએ ઈમુ પક્ષી જાળીમાંથી ડોક બહાર કાઢી હોય, કૂતરીએ મોઢામાં પકડી લેતા ખેંચતાણ થતાં ઈમુપક્ષીનું માથુ જ ધડથી છુટુ થઈ ગયું હતું. નર-માદાની જોડીમાંથી એકનું મોત થતાં નગરજનોમાં પણ દુખની લાગણી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...