બારડોલી દિન વિશેષ:બારડોલીવાસીઓએ હાથમાં લાકડી પણ પકડ્યાં વિના તોપો અને બંદૂકોથી સજ્જ અંગ્રેજ સરકારને હરાવી હતી

બારડોલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાત સ્વતંત્રતા સંગ્રામમા ઝળકેલા બારડોલીવાસીઓના ખમીરની
  • સરદારે કહ્યું હતું કે, અંગ્રેજોએ ચૈત્ર વૈશાખના તાપ જેવા આકરા ઉકળાટ કરાવ્યો, તેથી બારડોલીની પ્રજા તેનાથી ટેવાય ગઈ છે
  • 1928માં બારડોલી દિનની ઉજવણીએ દેશમાં એકત્વ અને માભોમને સ્વાતંત્ર કરવાની ભાવનાની મશાલ જગાવી હતી

સત્યાગ્રહની લડતના સ્વાતંત્ર્ય સેનાની અને સ્વરાજ આશ્રમનું 76 વર્ષ સફળ સંચાલન કરનાર ઉત્તમચંદ શાહના પ્રપૌત્રી ડૉ. પ્રજ્ઞાબેન ક્લાર્થીના એ જણાવ્યું કે 12 જૂન એટલે બારડોલી દિન, બારડોલી સહિત સમગ્ર પ્રદેશ માટે સ્વાતંત્ર સંગ્રામની ઐતિહાસિક વિરાસતને વાગોળવાનો અવસર છે. બારડોલી સત્યાગ્રહ સ્વતંત્ર સંગ્રામનું સુવર્ણ પુષ્ઠ છે. દરેક નગર કે ઉપનગરને પોતાનો દિનન ઉજવવા કંઈક ખોજવું પડતું હોય છે. જ્યારે બારડોલી નગર અને પ્રદેશને બારડોલી દિન તરીકે ઐતિહાસિક વિરાસતે આપેલી અનેક વિરાસતોમાની એક છે.

આ ઐતિહાસિક દિને પોતાને ઢંઢોળીએ અને બારડોલી પંથકને યાદ અપાવીએ, આપણા બારડોલી ભવ્ય ઐતિહાસિક સુવર્ણગાથાની મહાભારતનું યુદ્ધ 18 દિવસમાં પૂર્ણ થયેલું. પણ બારડોલી સત્યાગ્રહ તો બારડોલીના લોકોએ અહિંસક માર્ગે હાથમાં લાકડી પણ પકડ્યા સિવાય તોપ બંદૂકવાળી અંગ્રેજ સરકાર કે જેનો સૂર્ય ક્યારેય આથમતો નહીં એને હંફાવીને હરાવી હતી. બારડોલી દિન દ્વારા બારડોલી સત્યાગ્રહ વખતના પ્રદેશના લોકોની મક્કમતા, દૃઢ નશ્ચિતપણું, ખમીર અને સરદાર વલ્લભભાઈ પેટલના શક્તિશાળી નેતૃત્તવનો વિરલ વારસો ભવિષ્યની પ્રજા માટે મુક્યો છે.

બારડોલી દિનનો ભૂતકાળ એવો જાજરમાન રહ્યો છે કે, સ્વાતંત્ર સંગ્રામના ઈતિહાસમાં એની સુવર્ણ અક્ષરે નોંધ
બારડોલી દિનની ઉજવણી સરદાર સાહેબે જણાવ્યું કે અંગ્રેજ સરકારે ચૈત્ર વૈશાખના તાપ જેવા ઉકાળટ કરાવ્યો તેથી બારડોલીની પ્રજા અંગ્રેજ સરકારના આકરા તાપથી ટેવાય ગઈ છે. અંગ્રેજ સરકારના બધા શસ્ત્રો બુઠા સાબિત થયા છે. અને ગાંધીજીની બતાવેલી રાહે અહિંસક સત્યાગ્રહનો વિજય થયો છે. જેની ઇતિહાસમાં નોંધ લેવાશે.

લાલા લજપતરાયે લખ્યું હતુ કે, બારડોલી આજે હિન્દુસ્તાનની લડત લડી રહ્યું છે
4 ફેબ્રુઆરી 1928એ શરૂ થયેલા મહેસુલ વધારાના વિરોધમાં થયેલા `નાકર` સતક્યાગ્રહ વલ્લભભાઈ પટેલની સરદારીમાં શરૂ થયેલો સત્યાગ્રહને આર્થિક સધિયારો આપવા 12 જૂન 1928 બારડોલી દિનની ઉજવણી ઠેરઠેર કરવામાં આવી હતી. ગુજરાતના ગામડાઓથી માંડી મહાનગરો, ભારતભરના રાજ્યો અરે, વિશ્વભર જેવા કે ફ્રાન્સ, બેલ્જિયમ, જાપાન, ચીન, ન્યુઝીલેન્ડ, ફીજી, દક્ષિણ આફ્રિકા જેવા સ્થળોએથી આર્થિક સહાય આવી હતી. શ્રી લાલા લજપતરાયે પંજાબથી નાણાં મોકલ્યા અને લખ્યું કે બારડોલી આજે હિન્દુસ્તાનની લડત લડી રહ્યું છે. ઈશ્વર બારડોલીનું રક્ષણ કરો જણાવ્યું હતું.

પણ હવે શું ?
આ ઐતિહાસિક વિરાસતને જીવંત રાખવા આજે બારડોલી દિને સૌ સંકલ્પ લઇએ કે દેશ માટે, પ્રદેશ માટે, આપણા વંચિત ભાઈબેહનો માટે ટેકારૂપ બને એવી રચનાત્મક, સર્જનાત્મક પ્રવૃત્તિઓથી પ્રદેશને જીવતો કરીએ.

અન્ય સમાચારો પણ છે...