તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માર્ચ એન્ડિંગનું પ્રેશર:બારડોલી પાલિકા વેરો ઉઘરાવવા રજાના ત્રણ દિવસોમાં પણ ઓફિસ 5 કલાક ખુલ્લી રાખશે

બારડોલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વેરા વસૂલી 90 ટકાએ પહોંચાડવા પાલિકાની કવાયત
 • શનિવારે જુના પાવર હાઉસના બાકી દુકાનદારો વેરો ભરી જવાની ખાત્રી આપી

બારડોલી નગરપાલિકાનું વેરા વિભાગ 3 દિવસની જાહેરરજાના દિવસોમાં વેરા બાકીદારોની સુવિધા માટે 5 કલાક ઓફીસ ખુલ્લી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નાણાકીય વર્ષ પૂર્ણ થવાના માંડ 5 દિવસ બાકી છે, ત્યારે વેરાવિભાગ વધુ કડક બની બાકીદારો પાસે વસુલાત કરી રહ્યા છે. શુક્રવારે રિકવરી 84.13 ટકા પર પહોંચી છે. મળતી વિગતો મુજબ બારડોલી નગરપાલિકાના વેરાવિભાગ માંગણાની વસુલાત સાથે રિકવરી 90 ટકાથી વધુ લાવવા માટે સતત પ્રયત્ન કર્યા હતા.

​​​​​​ વસુલાતના માંડ 5 દિવસો બાકી રહ્યા છે, ત્યારે પાલિકાએ શનિવાર, રવિવાર અને સોમવાર 3 દિવસ જાહેર રજાના દિવસોમાં પણ નગરના બાકીદારો વેરા ભરી શકે માટે વેરવિભાગ સવારે 11 થી 4 વાગ્યા સુધી ઓફિસ ખુલ્લી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શુક્રવારે વેરાવિભાગની ટીમે જુના પાવરહાઉસ વિસ્તારમાં અંદાજીત 14 લાખ જેટલો વેરો બાકી હોવાથી દુકાનોને શીલ મારવા માટે નીકળવાની તૈયારી હતી.

આ સમયે દુકાનદારોએ પાલિકાના પદાધિકારીઓ એક દિવસની મુદત માંગી હતી, શનિવારે વેરો ભરી જવાની ખાત્રી આપી હતી. બીજી તરફ સરકારી કચેરીઓના બાકી વેરામાં માર્ગ મકાન કાર્યપાલક ઇજનેરની ઓફિસનો 1.60 લાખ રૂપિયાનો વેરો ભરાયો છે. શુક્રવાર સુધીમાં 84.13 ટકા વસુલાત કરવામાં આવી છે. રજાના 3 દિવસ પાલિકા ખુલ્લી રહેતા સારી વસુલાત થવાની આશા છે. પાલિકા અને બાકીદારો બંનેને ફાયદો થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો