તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામીન નામંજૂર:PM આવાસના નામે લોકોને ઠગનારના જામીન ફગાવાયા

બારડોલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 15 લોકો પાસેથી 2.25 પડાવ્યા હતા

સોનગઢ તાલુકાનાં ડોસવાડા ગામનાં બે ઈસમો દ્વારા પોતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને 5 લાખની સહાય મેળવી આપવાનું કહી માંડવી તાલુકાનાં 14 અને માંગરોળ તાલુકાનાં 1 વ્યક્તિને લાલચ આપી તેમની પાસેથી 15 હજાર રૂપિયા લઈ 2.25 લાખની ઠગાઈ કરી હતી. આ ઘટનામાં 3 વ્યક્તિ વિરુદ્ધ માંડવી પોલીસ ફરિયાદ નોંધાય હતી. જે પૈકીના આરોપી સુનિલ ગામીતે બારડોલી કોર્ટમાં જામીન અરજી કરી હતી. જે જામીન અરજી કોર્ટે ફગાવી દેતા જામીન નામંજૂર કરેલ છે.

સુનાવણી દરમિયાન સરકારી વકીલ જિતેન્દ્ર એન પારડીવાલાએ ધારદાર રજૂઆતો કરી હતી. જેમાં આરોપીને જામીન મુક્ત કરવામાં આવે તો ફરિયાદી તથા સાહેદોને ડરાવી ધમકાવી તથા પ્રલોભન આપી તપાસમાં અડચણ લાવે તેમ છે. જામીન મુક્ત થાય તો બીજા સાથે છેતરપિંડીની શક્યતા છે. ગુનામાં સંડોવાયેલા આરોપીની અટક કરવાની બાકી હોય. જેવી દલીલો સાંભળી જડજે સુનિલ ગામીતના જામીન નામંજૂર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો