રોડ શો:માંડવીમાં ભગવંત માનના રોડ શો પહેલા વાતાવરણ ગરમાયું

માંડવી2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે ઝરી ચકમક

માંડવી નગરમાં આજરોજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત મનનો રોડ શો યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું. રોડ શો શરૂ થાય તે પહેલા આપના કાર્યકરો દ્વારા આપના ઝંડાઓ લગાવ્યા હતા. જે બાબતે ભાજપના કાર્યકરોએ વાંધો ઉઠાવ્યો હતો અને માંડવી નગર મધ્ય ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે થયેલા વાંધા વિરોધમાં વાતાવરણ થોડા સમય માટે ગરમાયું હતું, પરંતુ માંડવી પીઆઇ એચ બી પટેલ તથા તેમનો સ્ટાફ અને વહીવટી તંત્ર પહોંચી ગયો હતો.

થોડા સમય માટે વાદવિવાદ સર્જાયા બાદ વાતાવરણ થાળે પડ્યું હતું. ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે બાજુ વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર પણ આચાર સંહિતાનો ભંગ ન થાય તે માટે કમર કસી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...