તપાસ:ઘરમાં સૂતેલા યુવકના ચહેરા પર ગરમ તેલ ફેંકી હુમલાખોર ફરાર

બારડોલી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગંભીર રીતે દાઝેલો બાબેનનો યુવક સારવાર હેઠળ

બારડોલીના બાબેન ગામે પોતાના ઘરમાં સૂતેલા યુવક પર કોઇકે ગરમ તેલ છાંટી દેતા મોઢા તેમજ છાતીના ભાગે દાઝી જતાં સારવાર અર્થે ખસેડાયો છે. યુવક ઊંઘમાં હોવાથી કોણે તેલ છૂટ્યું તે બાબતે કોઈ સ્પષ્તા થઈ નથી બારડોલી પોલીસે તપાસ હાથ ધરી છે.

બાબેન ગામે સિદ્ધિ વિનાયક સોસાયટીના રહેતા અને ફર્નિચર બનાવવાનું કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા ગોવિંદભાઇ જયધરભાઈ કેવટ (35) પોતાના ઘરના ઉપરના રૂમમાં સૂતા હતા એ દરમિયાન તેઓના ચહેરા પર કોઈક અજાણ્યા ઇસમે ગરમ તેલ જેવુ પ્રવાહી છાંટી દેતા ચહેરા તેમજ છાતીના ભાગે ગંભી રીતે દાઝી જતાં સારવાર અર્થે ખસેડાયા છે. ઘટના અંગે બારડોલી પોલીસને જાણ થતાં પોલીસે ભોગ બનનારની ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...