હુકમ:વાલોડ અંબાજી શેરીનો વિસ્તાર કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયો

માયપુર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાપી જિલ્લા મેજિસ્ટ્રેટ એચ.કે.વઢવાણિયાનો હુકમ

તાપી જિલ્લામાં વાલોડ સ્થિત અંબાજી શેરી ફળિયા વિસ્તારમાં 10/11/2021 ના રોજ કોવિડ-19 કેસ નોંધાયો છે. કેસ પોઝિટિવ આવ્યો હોવાથી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાં તરીકે લોકોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવવાની જરૂરિયાત જણાતા જિલ્લા મેજિસ્ટ્રેટ એચ.કે.વઢવાણિયા ( IAS)એ વાલોડ વાલોડ અંબાજી શેરી ફળિયું-1, ખાતે ઘરોની સંખ્યા- 3 કુલ વસ્તી-15, કોવિડ- 19 કન્ટેઈનમેન્ટ જાહેર કરી ં લોકોને હોમ ક્વોરન્ટાઈનમાં રહેવા હુકમ કર્યો છે. તેની આજુબાજુ નજીકના ઘર નં. 4 થી 21, જમણી બાજુ અંબાજી શેરી ફળિયુ 18 ઘરોની 103 જેટલી વસ્તીને બફરઝોન તરીકે જાહેર કરવામાં આવેલ છે. તાલુકામાં કોરોનાને અટકાવવા આરોગ્ય વિભાગ તરફથી પગલાં લેવામાં આવી રહ્યા છે.

જિલ્લામાં મંગળવારે કોરોનો કોઈ કેસ નહીં
સુરત જિલ્લામાં કોરોના મંગળવારે 0 કેસ નોંધાયો હતો. જિલ્લાના તમામ તાલુકામાં એકપણ કેસ નોંધાયો ન હતો. આજરોજ કોરોનાને કારણે એકપણ દર્દીનું મોત નીપજ્યું ન હતું, જ્યારે આજરોજ કોઈ પણ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો ન હતો. હાલ જિલ્લામાં 7 દર્દી સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...