તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:પોલીસ બની વાહનચાલકો પાસે તોડ પાડતો આરોપી સરભોણથી પકડાયો

બારડોલી20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એલસીબીએ ે સરભોણ નજીક ઝડપી પાડ્યો, 1.73 લાખનો મુદ્દામાલ કબજે

સુરત જિલ્લામાં રસ્તે પસાર થતાં વાહનચાલકોને રોકી એલસીબી પોલીસની ઓળખ આપી ખોટા કેસમાં ફસાવી દેવા ધમકી આપી કિંમતી મુદ્દામાલ કઢાવી લેનારને સુરત એલસીબી પોલીસે સરભોણથી પકડી પાડ્યો હતો.

બારડોલી - નવસારી રોડ પર એક યુવકને ઓલસીબીની ઓળખ આપી તુ દારૂનો ધંધો કરે છે તેમ જણાવી ખોટા પોલીસ કેસમાં ફસાવી દેવાનો ભય બતાવી 50 હજારની માંગણી કરી હતી. બાઇકચાલક પાસેથી 5000 રોકડ અને મોબાઈલ બળજબરી કઢાવી લીધો હતો. એજ પ્રમાણે મુહવાના ઝેરવાવરા ગામે કારચાલકને એલસીબી તરીકે રોકી તમારી કારમાં દારૂ છે. તમે પાયલોટિંગ કરો છે તેમ જણાવી ફોન ચેક કરવા લીધો હતો. અને બે મોબાઈલની છેતરપિંડી કરી ગયો હતો.

જેની તપાસ કરતી એલસીબીએને બાતમી મળી હતી કે (GJ-05CA-7109)નંબરની કારમાં ચીટર ફિરોઝ પઠાણ (38) ) નવસારીથી બારડોલી તરફ જવાનો છે. જેથી સરભોણ ગામે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી કાર આવતાં અટકાવી પકડી પાડ્યો હતો. તપાસ કરતાં તેણે ગુનો કબૂલ્યો હતો. પોલીસે 1,73,200નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આરોપી ફિરોઝ ઉર્ફે ચીકનાની એમઓ
{ અલગ અલગ જગ્યા પર વાહન રોકી પોતે પોલીસ હોવાની ઓળખ આપી ખોટા કેસમાં ફસાવી દેવાનો ભય બતાવી મુદ્દામાલ કઢાવી લેતો હતો. { રોડ પર લિફ્ટ માંગનાર રાહદારીને પોતાની કાર, મોટરસાઈકલ પર લિફ્ટ આપી મોબાઈલ ફોન વાતચીત કરવાના બહાને લઈ કોઈ ચીજ વસ્તુ પાડી દઈ જે લેવા મોકલી મોબાઈલ લઈને નાસી જતો હતો. { જૂના વાહન લે-વેચનું કામ કરતો હોવાનું જણાવી વાહન માલિકને વિશ્વાસમાં લઈ વાહનની ટેસ્ટ ડ્રાઈવ લેવાના બહને વાહન લઈને ભાગી છૂટતો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો