સુરત LCBની કામગીરી:11 વર્ષથી પાસાનાં વોરંટની બજવણી ટાળી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરત જિલ્લા એલ.સી.બી પોલીસે 11 વર્ષીથી પાસાનાં વોરંટની બજવણી ટાળી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો. મૂળ યું.પીનો આરોપી નેશનલ હાઇવે નં.48 પર આવ્યો હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે રેડ કરી તેની અટકાયત કરી હતી.

પેરોલ ફ્લો સુરત ગ્રામ્યનાં એ.એસ.આઈ અરવિંદભાઈ બુધિયાભાઈ તથા પો.કો દીપકભાઈ અનિલભાઈનાઓને બાતમી મળી હતી કે 2011નાં વર્ષથી પાસાના વોરંટની બજવણી ટાળી નાસતો ફરતો આરોપી કારમસિંધ મૂળચંદ ચૌહાણ મૂળ રહે. બેલા, તા-લાલગંજ, જી-આઝમગઢ, યુપી હાલ ગુજરાતમાં આવેલ છે. જે નેશનલ હાઇવે નં.48 પર લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પાસે ઉભો છે. જે આધારે એલ.સી.બી પેરોલફ્લોના સ્ટાફ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કારમસિંધ ચૌહાણને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...