તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:સુરત કોર્ટમાં તારીખ પર આવેલા હત્યાના આરોપીનું અપહરણ કરી મૃતકના પરિવારે ચપ્પુના ઘા ઝીંક્યાં

સુરત23 દિવસ પહેલા
હત્યા કેસની તારીખ પર આવેલા બે ભાઈઓ પૈકી એકના ગળે ચપ્પુ મૂકી બીજા ભાઈનું અપહરણ મૃતકના પરિવાર દ્વારા કરાયું હતું
  • જામીન પર રહેલા આરોપી પાસે સમાધાન પેટે 50 લાખની માગ કરી મૃતકના પરિવાર દ્વારા માર મરાયો

અઠવાલાઈન્સ ખાતે આવેલી સુરત જિલ્લા કોર્ટમાં હત્યા કેસની તારીખ પર આવેલા બે ભાઈઓ પૈકી એકના ગળે ચપ્પુ મૂકી બીજા ભાઈનું અપહરણ મૃતકના પરિવાર દ્વારા કરાયું હતું. બાદમાં આરોપીને ભાઠેના વિસ્તારમાં લઈ જઈ ચપ્પુ સહિતનો માર મારીને ફેંકી દેવાયો હતો. ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં મળી આવેલા આરોપી યુવાનને સારવાર માટે 108ની મદદથી સિવિલ લવાતા આખો કિસ્સો સામે આવ્યો છે.કોર્ટના કંપાઉન્ડમાંથી ચપ્પુની અણીએ આરોપીનું અપહરણ કરી મૃતકના પરિવારના બે સભ્યો દ્વારા 50 લાખની માગ કરીને સમાધાન માટે ધમકી અપાતી હોવાનું ઈજાગ્રસ્ત આરોપીના ભાઈએ જણાવ્યું હતું.

મૃતકના પરિવારના બે સભ્યો દ્વારા 50 લાખની માગ કરીને સમાધાન માટે ધમકી અપાતી હોવાનું ઈજાગ્રસ્ત આરોપીના ભાઈએ જણાવ્યું હતું
મૃતકના પરિવારના બે સભ્યો દ્વારા 50 લાખની માગ કરીને સમાધાન માટે ધમકી અપાતી હોવાનું ઈજાગ્રસ્ત આરોપીના ભાઈએ જણાવ્યું હતું

અત્તાર અને અબ્રાને હુમલો કર્યો
આકાશ આહિરે (ઇજાગ્રસ્તનો નાનો ભાઈ) એ જણાવ્યું હતું કે, દોઢ વર્ષ પહેલાં ભાઠેનામાં અલતાફ નામના યુવાનની હત્યા થઈ હતી. જેમાં મારા ભાઈ અજય વિજયભાઈ આહિરેની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. જોકે થોડા સમય જતા ભાઈ અજયને જામીન મળી ગયા હતાં. પરંતુ અલતાફની ગેંગના માણસો ભાઈ અજયને મારવા ધમકાવી રહ્યા હતાં. આજે લગભગ પાંચમીવાર કેસની તારીખમાં બન્ને ભાઈઓ કોર્ટમાં આવ્યાં હતાં. તે દરમિયાન અતાર અને અબ્રાન લચ્છી નામના બે યુવાન કોર્ટ કંપાઉન્ડમાં આવીને મારા ગળે ચપ્પુ મૂકી ધમકાવી રહ્યા હતા. ત્યારબાદ મારા ભાઈ અજયને બળજબરીથી ઉપાડી ગયા હતા. થોડા સમય બાદ ખબર પડી કે, ભાઈ અજય ભાઠેના નજીક ઇજાગ્રસ્ત હાલતમાં પડેલો છે. તાત્કાલિક 108ની મદદથી ભાઈ અજયને સારવાર માટે સિવિલ લઈ આવ્યા હતા. ઇજાગ્રસ્ત ભાઈ અજયએ જણાવ્યું હતું કે, અબ્રામા લચ્છી અને અતાર સહિત તેના માણસોએ માર મારી રસ્તે ફેંકી ને ભાગી ગયા છે.

અબ્રાન લચ્છી નામના બે યુવાન કોર્ટ કંપાઉન્ડમાં આવીને મારા ગળે ચપ્પુ મૂકી ધમકાવી રહ્યા હોવાનું તેના ભાઈએ આરોપ લગાવ્યો હતો.
અબ્રાન લચ્છી નામના બે યુવાન કોર્ટ કંપાઉન્ડમાં આવીને મારા ગળે ચપ્પુ મૂકી ધમકાવી રહ્યા હોવાનું તેના ભાઈએ આરોપ લગાવ્યો હતો.

50 લાખની માગ કરાય છે
અલતાફના ભાઈઓ અને 20થી વધુ માણસો લગભગ કોર્ટ બહાર વોચ ગોઠવીને બેઠા હતા. તક મળતા જ ભાઈ અજયને ઉપાડી ગયા હતા. એક મહિના પહેલા 50 લાખની માગણી કરી સમાધાન કરી લેવા ધમકી અપાઈ હતી. એટલું જ નહીં પણ જો સમાધાન નહી કરો તો આખા પરિવારને ઉપાડી જવાની ધમકી આપી હતી. હાલ ભાઈ અજયની સિવિલમાં સારવાર ચાલી રહી હોવાનું ભાઈ આકાશએ વધુમાં જણાવ્યું હતું.