તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કામરેજ તાલુકાનાં સેવણી ગામે શેરડીના શેઢા પાસે ગત તા. 24 જાન્યુયારીના રોજ મૂળ નંદરબારના અને સેવણી ગામે રહેતા રામુભાઈ જલુભાઈ પાડવીની હત્યા કરાયેલ લાશ મળી હતી. જેમાં હત્યા કરનાર નર્મદા જિલ્લાના કમલેશભાઈ દેવજીભાઈ વસાવાએ ઉમરપાડા ખાતેથી જિલ્લા એસોજીની ટીમે બાતમી આધારે ઝડપી પાડ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ કામરેજના સેવણી ગામની સીમમાં 24 જાન્યુઆરીના રોજ શેરડીના ખેતરના શેઢા નજીક રામુભાઈની હત્યા કરાયેલ લાશ મળી હતી. ઘટના સબંધે જિલ્લા એસઓજીની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે હત્યાના ગુનામાં સંડોવાયેલ કમલેશ વસાવા ઉમરપાડા તાલુકાનાં સાદડા પાણી ગામના બસસ્ટેન્ડ પાસે વેલાવી તરફ જતાં રસ્તા પાસે છે. પોલીસે બાતમી આધારે કમલેશની ધરપકડ કરી પૂછપરછ કરતાં જણાવ્યુ કે પોતે સેવણી ગામે મજૂરી કામ કરે છે.
અને સાંજના સમયે મરઘીની દુકાને કામ કરતો હતો. જ્યાં મારનાર રામુભાઈ અવારનવાર જતાં હતા અને કમલેશભાઈ મરઘીની દુકાને વધેલો મરઘીનો ભાગ લઈ આવતા હતા અને બે વાર રામુભાઈને વધેલી મરઘી આપી હતી. બનાવના આગલા દિવસે આરોપી કમલેશે મરઘી ન આપતા રામુભાઈના પત્નીએ બોલાચાલી કરી હતી.
જેથી ઉશ્કેરાઈને રામુભાઈના પત્નીને થાપડ મારી દીધી હતી. જે વાતની જાણ રામુભાઈને થતાં કોઇતો લઈ કમલેશને મારવા માટે ગયા હતા. ઉગ્ર બોલાચાલી બાદ રામુભાઈના જ કોઈતાથી રામુભાઈને શરીરે ઘા કરી ગંભીર ઇજા કરી રામુભાઈની હત્યા કરી કમલેશ ફરાર થઈ ગયો હતો જિલ્લા એસઓજી પોલીસે ઘટનાના 10 દિવસમાં જ હત્યાનો ભેદ ઉકેલી સરાહનીય કામગીરી કરી છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.