તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોગચાળાને તેડું:આખા બારડોલીની તરસ છિપાવતી 8 ટાંકી વર્ષથી સાફ જ નથી થઈ

બારડોલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બારડોલી નગરની નિત્યાનંદ સોસાયટીમાં આવેલી પાણીની ટાંકી. - Divya Bhaskar
બારડોલી નગરની નિત્યાનંદ સોસાયટીમાં આવેલી પાણીની ટાંકી.
  • કોરોનાના કપરા કાળમાં પાલિકાની બેદરકારીને કારણે નગરજનો પાણીજન્ય રોગોમાં સપડાવાનો ભય

પાણીજન્ય રોગથી સાવચેતી રાખવી જરૂરી છે. પરંતુ બારડોલી નગરપાલિકાના શાસકોને નગરજનોને આરોગ્ય બાબતે જાણે ગંભીરતા નથી. અંદાજીત 70 હજાર નગરજનો માટે રોજના માથાદીઠ 115થી 135 લીટર પ્રમાણે નગરની 350 જેટલી સોસાયટીઓમાં 11,000 જેટલા નળ કનેક્શન થકી 1.30 કરોડ લીટર પાણીનું 2 ટાઈમ વિતરણ કરવામાં આવે છે. જે પાલિકાની 8 ટાંકી ભરીને ત્યારબાદ નગરજનોને આપવામાં આવે છે. આ પાણીની ટાંકીઓની સફાઈ કરીને એક વર્ષથી વધુ સમય થઈ ગયો હોવા છતાં હજુ સુધી સફાઈ કરવામાં આવી નથી.

હજી તો પાલિકાએ ટાંકી સફાઇ બાબતે એજન્સીના ભાવ મંગાવ્યા હોવાનું જાણવા મળેલ છે. ત્યારે ચોમાસુમાં ટેન્ડરિંગ બાદ સફાઈ કરવા બાબતે પણ શંકા સેવાઈ રહી છે. પાણીની ટાંકીમાં રોજનું પાણી ભરવા સાથે ખાલી થતું હોય, એવા સંજોગમાં ટાંકીમાં ખાર, માટી લીલ સહિત ભેગી થઇ શકે છે. આવા સંજોગમાં અમુક વખત પાણીમાંથી દુર્ગંધ પણ આવી શકે. આવા સંજોગમાં પાણીજન્ય રોગનો પગપેસારો થઈ શકે. માટે, સાવચેતીના ભાગરૂપે વર્ષમાં પાણીની ટાંકીની સફાઈ બહુ જરૂરી છે.

આ રીતે 70 હજાર બારડોલીવાસીઓને રોજ 1.30 કરોડ લીટર પાણી પહોંચાડાય છે
જુના પાવર હાઉસમાં પાલિકાના ફિલ્ટરેશન પ્લાન્ટમાં 26 લાખ લિટરના 2 સંપ આવેલ છે. મીંઢોળા નદીમાં ઇન્ટેકવોલ થકી પાણી ખેંચી બાદમાં ફિલ્ટરેશન પ્લાન્ટમાં શુદ્ધ કરી નગરની પાણીની 8 ટાંકીઓ ભરવામાં આવે છે. નદીમાં પાણી ડોહળું થતા ફિલ્ટરેશન પ્લાન્ટ બંધ કરી, ટાંકીઓના બોરથી પાણી સીધા ભરવામાં આવતા હોય છે. જેથી ટાંકીની વર્ષ દરમિયાન સફાઈ કરવી જરૂરી હોવાનું જાણકારો જણાવે છે.

ખાનગી ટાંકી ફરજીયાત સાફ કરાવતી પાલિકાની પોતાની જ ટાંકીઓ લાંબા સમયથી સફાઇની રાહ જોઇ રહી છે
પાલિકાનું આરોગ્ય વિભાગ પાણીજન્ય રોગથી બચવા માટે નગરજનોને અન્ય સાવચેતી સાથે ખાનગી ઘરોની ટાંકીની સફાઇ વર્ષમાં ફરજીયાત એક વખત કરવા સૂચના આપતા હોય છે. ત્યારે પાલિકા પોતાની પાણીની ટાંકીની સફાય કરી નથી.

ટાંકીની સફાઇ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઇ છે
પાણીની ટાંકીઓની સફાઇ માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે. ભાવો એજન્સી પાસે મંગાવામાં આવ્યા છે. જેથી કરી ટાંકીની સફાઇ થઈ જશે. > કિરણ ચૌધરી, હાઇડ્રોનિક એન્જીનીયર, બારડોલી

પાલિકાબારડોલીની 8 પાણીની ટાંકી અને ક્ષમતા

  • જુના પાવર હાઉસની ટાંકી 09 લાખ લીટર09 લાખ લીટર
  • રામજી મંદિર વિસ્તારની ટાંકી 05 લાખ લીટર
  • ​​​​​​​ચંદ્રમણિ માર્કેટ વિસ્તારની ટાંકી 05 લાખ લીટર
  • ​​​​​​​રામબાગ વિસ્તારની ટાંકી 3.50 લાખ લીટર
  • ​​​​​​​સ્ટેશન વિસ્તારની પાણીની ટાંકી 05 લાખ લીટર
  • ​​​​​​​​​​​​​​નિત્યાનંદ પાસેની પાણીની ટાંકી 3.50 લાખ લીટર
  • ​​​​​​​બીનીતપાર્કની પાણીની ટાંકી 05 લાખ લીટર
  • ​​​​​​​​​​​​​​પરિશ્રમપાર્ક પાણીની ટાંકી 3.50 લાખ લીટર
અન્ય સમાચારો પણ છે...