ધરપકડ:સિંગોદના મંદિરમાં ચોરી કરનારા 2ને ગણતરીના કલાકમાં જ દબોચી લેવાયા

કડોદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

બારડોલી તાલુકાના સિંગોદ ગામે ભવાની માતાના મંદિરમાંથી 28મીએ રાત્રીના સમયે તસ્કરો મંિદરમાં મુકેલી દાન પેટી તોડીને 4500 રૂપિયા જેટલી રકમ લઈ ગયા હતાં. જે બંને ગણતરીના કલાકોમાં જ દબાચી લેવાયા હતાં. બારડોલી તાલુકામાં અવાર નવાર તસ્કરો ચોરીને અંજામ આપી પોલીસને પડકાર ફેંકી રહ્યાં છે. ત્યારે બારડોલી તાલુકાન જ સિગોંદ ગામે કડોદ મઢી રોડ પર આવેલ ભગાવની માતાજીના મંદિરને નિશાન બનાવ્યું હતું.

મંદિરના દરવાજા તોડીને મંદિરમાં ઘૂસ્યા હતાં. મંદિરમાં મુકેલા સીસીટીવી કેમેરાને પહેલા તોડી નાંખ્યા હતાં. ત્યારબાદ મંદિરમાં મુકેલી દાન પેટી તોડી અંદરથી અંદાજિત 4500 રૂપિયાની ચોરી કરી હતી. ઘટના અંગે જાણ થતાં કડોદ ઓપીમાં જાણ કરી હતી. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સીસીટીવી અને બાતમી આધારે આરોપી ચંપક માનસીગ ચૌધરી (રહે. ઉંમરખડી ડુંગરી, તા. માંડવી) અને અકુ બાબુ ચૌધરી (રહે. માકણઝર, તા.માંડવી)ને ઝડપી પાડ્યા હતાં. તેમની પાસેથી (GJ-19BB-1091) તેમજ મંદિરના ચારાયેલ 4500 રોકડા રૂપિયા કબજે લીધા છે.

અન્ય સમાચારો પણ છે...