લગ્નમુર્હૂત:9મી જુલાઈથી 140 દિવસનો બ્રેક, જૂનમાં સૌથી વધુ 18 મુર્હૂત

કડોદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • દેવઊઠી અગિયારસ 4 નવેમ્બરે, ડિસેમ્બર સુધી લગ્નનાં 38 શુભ મુહૂર્ત

આ વર્ષે ડિસેમ્બર સુધી માત્ર 38 લગ્નના મુહૂર્ત . અત્યારે 8મી જુલાઈએ ભડલી નવમીનું અંતિમ મુહૂર્ત હશે. 31મી મેથી જુલાઈના અંત સુધી 24 દિવસ લગ્નનું મુહૂર્ત છે. આ પછી, ચાતુર્માસની શરૂઆત થતાં લગ્નસરા બંધ થશે. ફરી 26 નવેમ્બરથી લગ્નની શહેનાઈઓ વાગશે. આ દરમિયાન 140 દિવસ સુધી લગ્ન પર વિરામ રહેશે.

જ્યોતિષ મેઘલભાઈ ભટ્ટના જણાવ્યા અનુસાર 23 ફેબ્રુઆરીથી 26 માર્ચ સુધી 31 દિવસ ગુરુ તારાનો અસ્ત હતો. 14 માર્ચથી 14 એપ્રિલની વચ્ચે ખરમાસ હતો, જેના કારણે લગ્ન નહોતા થયા. તેણે જણાવ્યું કે માર્ચમાં લગ્નનું કોઈ મુહૂર્ત નહોતું. 10મી જુલાઈથી દેવશયની એકાદશીથી 4 નવેમ્બર દેવોત્થાની એકાદશી સુધી ચાતુર્માસ હોવાના કારણે ચાર મહિના સુધી લગ્ન સહિતના કોઈ શુભ કાર્ય થશે નહીં. 2 ઓક્ટોબરથી 20 નવેમ્બર સુધી શુક્રનો નક્ષત્ર અસ્ત થયો છે, જેના કારણે 24 નવેમ્બરથી લગ્ન મુહૂર્ત શરૂ થશે.

મે થી ડિસેમ્બર સુધીના મુહૂર્તમાં 7 દિવસ લગ્ન માટે ખૂબ જ શુભ તિથિઓ રહેશે. 31 મેથી ડિસેમ્બરના અંત સુધી 38 લગ્નના મુહૂર્ત છે. વર્ષના કુલ 88માંથી 50 મુહૂર્ત નીકળી ચૂક્યા છે. સૌથી વધુ 18 દિવસના લગ્ન મુહૂર્ત જૂનમાં છે. સૌથી ઓછા નવેમ્બરમાં 3 મુહૂર્ત છે.

અન્ય સમાચારો પણ છે...