ગામમાં શોકનો માહોલ:બલેઠીમાં ઓવરફ્લો ચેકડેમ પરથી પગ લપસતાં યુવક તણાયો,બચાવવા પડેલા મિત્રનું પણ મોત

માંડવી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેતરમાં ડાંગરની રોપણી કરી ઘરે પરત ફરતી વેળા બનેલી દુર્ઘટના, 2 યુવકના મોતથી ગામમાં શોકનો માહોલ

માંડવી તાલુકાના બલેઠી ગામે રહેતા બે યુવાનો રોપણીના કામ માટે ખેતરે ગયા હતા. જ્યાંથી પરત કરતી વેળા ચેકડેમ પરથી પસાર થતા એક યુવાનનો પગ લપસી જતા પાણીમાં ખેંચાયો હતો. જેને બચાવવા પાણીના પ્રવાહમાં બીજો યુવાન પણ કૂદી પડ્યો હતો બંને યુવાનો પાણીમાં ખેંચાઈ જતા મોતનીપજ્યું હતું.

પગ અચાનક લપસી જતા પાણીના પ્રવાહમાં ખેંચાવા લાગ્યા
પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર બલેઠી ગામના રહીશ બાબુભાઈ શુક્લાભાઈ ચૌધરી (39) ( રહે.દુકાન ફળિયું) તથા લલ્લુભાઈ પાચીયા ભાઈ વસાવા (35)( રહેવાસી દુકાન ફળિયું )આ બંને યુવાનો ખેતરે ડાંગર રોપવા માટે ગયા હતા. જ્યાંથી મંગળવારે સાંજના સમયે પરત ફરી રહ્યા હતા ત્યારે માર્ગમાં આવતા ચેકડેમ પરથી બંને યુવાનો પસાર થતી વેળા બાબુભાઈ ચૌધરીના બંને પગ અચાનક લપસી જતા પાણીના પ્રવાહમાં ખેંચાવા લાગ્યા હતા.

બુધવારે સવારે બંને યુવાનોની લાશ મળી આવી
​​​​​​​
બાબુભાઈને ખેંચાતા જોઈએ લલ્લુભાઈ વસાવા પોતાનો શર્ટ કાઢી મિત્રને બચાવવા પાણીમાં કૂદી પડ્યા હતા, પરંતુ પાણીના પ્રવાહમાં બંને બહાર નીકળી શક્યા ન હતા. સ્થાનિક લોકોને જાણ થતા લોકો દોડી આવ્યા હતા પરંતુ બંને યુવાનોનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આજે બુધવારે સવારે બંને યુવાનોની લાશ મળી આવી હતી બલેઠી એક જ ફળિયામાં બબ્બે યુવાનોના એક સાથે મોત નીપજતા ફળિયામાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી.

2 પરિવાર પર આભ તૂટ્યું
બલેઠી ગામે બંને યુવાનોના મોત થતા આદિવાસી ગરીબ પરિવાર પર આભ તૂટી પડી હતું ત્યારે ધારાસભ્ય આનંદભાઈ ચૌધરીને જાણ થતા તાત્કાલિક અનિલભાઈ ચૌધરી તથા અન્ય આગેવાનોને સહાય માટે મોકલી આપ્યા હતા અને મૃતક બંને યુવાનોના પરિવારોને સહાય માટે આશ્વસન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...