"મારું ગામ, ટી.બી મુક્ત ગામ":બારડોલી તાલુકાના તેન ગામે ટીબી જાગૃતિ માટે કેમ્પ યોજાયો, 100થી વધુ ગ્રામજનોએ લાભ લીધો

બારડોલી3 મહિનો પહેલા
  • ગ્રામજનોના ટીબી અંગે જરૂરી એક્સ-રે કરવામાં આવ્યા
  • ગામમાં જ એક્સ-રે કરી તપાસ કરવામાં આવી

બારડોલી તાલુકાના તેન ગામે ટી.બી જાગૃતિ માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામમાં જ એક્સ-રે કરી તપાસ કરવામાં આવી હતી. ત્યારે તેન ગામે સાંઈ મંદિર ખાતે યોજવામાં આવેલા કેમ્પમાં 100થી વધુ લોકોએ લાભ લીધો હતો.

100થી વધુ ગ્રામજનોએ ટી.બી અંગે ચેકઅપ કરાવ્યો
તાજેતરમાં ગ્રામ્ય વિસ્તારોમાં ટી.બીના રોગનું પ્રમાણ સામે આવી રહ્યું છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં ટી.બીને લઈ જાગૃતિ આવે તે પણ જરૂરી થઈ પડે છે. ત્યારે આવા હેતુ સાથે બારડોલીના તેન ગામે સાંઈ મંદિર ખાતે સુરત જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા કેમ્પનું આયોજન કરાયું હતું. ટી.બીનો ચેપ અન્યને ના લાગે અને તેના બેક્ટેરિયા ઝડપથી ના ફેલાય તે માટે ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં હતું. જ્યાં ગ્રામજનોના ટીબી અંગે જરૂરી એક્સ-રે કરવામાં આવ્યા હતા. ટીબી ચેકઅપ માટે લોકોએ દૂર સુધી જવું ના પડે એ હેતુ સાથે સંબંધિત વિભાગ દ્વારા કેમ્પનું આયોજન ગામમાં જ કરવામાં આવ્યું હતું. જે કેમ્પમાં 100થી વધુ ગ્રામજનો અને શ્રમજીવી પરિવારોએ ટી.બી અંગે ચેકઅપ કરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...