તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:તારો નંબર આપ કહી, રોમિયોએ મહિલાની ટી શર્ટ ખેંચી છેડતી કરી

બારડોલી13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બારડોલીના ધામરોડ ગામની ઘટનામાં 2 સામે ફરિયાદ

બારડોલીના ધામદોડ ગામે સાઈ મંદિર પાસે બેસેલી એક મહિલાને બે યુવકો છોટાહાથી ટેમ્પોમાં આવી મહિલાનું નામ અને ફોને નંબર માંગ્યો હતો. મહિલાએના પાડતા એક ઇસમે મહિલાની ટીશર્ટ ખેંચી હતી. તો અન્ય ઇસમે મહિલાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા બંને ઇસમો વિરુદ્ધ મહિલાએ બારડોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસના જણાવ્યા મુજબ ધામદોડ ગામે સાઈ મંદિર નજીકના બાકડાપર તા 30 એપ્રિલની રાત્રે મહિલા બેઠી હતી.

ત્યારે બારડોલી તાલુકાનાં રાણીરાજપરા ગામનો કેવિન ચંદ્રકાંત પરમાર અને સાંકરી ગામનો નિમેશ ગોવિંદભાઇ આહીર છોટા હાથી ટેમ્પો નં. (GJ-19-U-2375) લઈ મહિલા પાસે જઈ જબરજસ્તી મહિલાનું નામ અને મોબાઈલ નંબર માગ્યો હતો. મહિલાએ નંબર આપવાની ના પાડી ત્યાથી ચાલવા લાગી હતી.

ત્યારે બંને એ મહિલાની સાથે ટેમ્પો ચલાવી મહિલાને બીભસ્ત વાતો કરી અને કેવિને મહિલાની ટીશર્ટ ખેંચી છેડતી કરી હતી. મહિલા ઉશ્કેરાઈ જતાં નિમેશે મહિલાને ઢીક-મુક્કીનો માર મારી ગાળાગાળી કરી મહિલા તથા તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનનાર મહિલાએ બારડોલી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને વિરુધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો