અંતરાય:પાલિકા-વીજ કંપનીના વિવાદમાં ટીસીનું કામ અટક્યું

બારડોલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
બારડોલીની ગાંધીનગર સોસાયટીમાં જ્યા નવી ટીસી મુકાઇ રહી છે તે સ્થળ. - Divya Bhaskar
બારડોલીની ગાંધીનગર સોસાયટીમાં જ્યા નવી ટીસી મુકાઇ રહી છે તે સ્થળ.
  • બારડોલીની ગાંધીનગર સોસાયટીમાં ટીસીની કામગીરી પાલિકાએ અટકાવતાં રહીશોમાં રોષ

બારડોલી નગરમાં આવેલ ગાંધીનગર સોસાયટીમાં વીજ લોડ વધતાં રહીશોએ અન્ય ટી.સી. ની માંગ કરી હતી. જે બાબતે વીજ કંપની દ્વારા નવું ટીસી મૂકવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. નગરપાલિકા સાથે જગ્યા બાબતે વિવાદ થતાં વીજ કંપનીએ કામ સ્થગિત કર્યું છે. જેને લઈ સોસાયટીના રહીશોમાં રોષ જોવા માળીરહયો છે.

ગાંધીનગર સોસાયટીના રહીશોને વીજ લોડ વધુ હોવાથી પાવરનો પ્રોબ્લેમ થતાં અન્ય ટીસી મૂકવા માટે નગરપાલિકા તેમજ વીજ કંપનીમાં રજૂઆત કરવામાં આવી હતી. જેને લઈ નગરપાલિકા દ્વારા કોઈને અડચણ રૂપ ન થાય અને સોસાયટીની જગ્યામાં ટીસી મૂકવા માટે પરવાનગી આપવામાં આવી હતી. શનિવારના રોજ અન્ય ટીસી લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જે બાબતે પાલિકાને જાણ થતાં નવું ટીસી પાલિકાની જગ્યામાં હોવાનું જણાવતા જગ્યા બાબતે વિવાદ થયો હતો અને વીજ કંપની દ્વારા આખરે કામગીરી સ્થગિત કરાઇ હતી.

ટીસીની જગ્યા બાબતે વિવાદ સર્જાયો
ભવિષ્યમાં વીજ પુરવઠો આપવામાં તકલીફ ન રહે એવા આસયથી લોડ વધતાં અન્ય ટીસી મૂકવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ જગ્યા બાબતે નગરપાલિકા અને સોસાયટીના રહીશો વચ્ચે વિવાદ થતાં પાલિકાની સૂચના મુજબ હાલ પૂરતી કામગીરી સ્થગિત કરવામાં આવી છે. - વી.બી. કોકણી, ડેપ્યુટી ઇજનેર, વીજ કંપની બારડોલી

​​​​​​​અમને ફરિયાદ મળતા કાર્યવાહી કરી
નવું ટી.સી મૂકવાની કામગીરી શરૂ કરવા પહેલા અપાયેલ એન.ઓ.સીમા સોસાયટીની જગ્યા અથવા કોઈને અડચણ રૂપ ન થાય એવી જગ્યાએ ટીસી મૂકવા માટે જણાવાયું હતું, પરંતુ કામગીરી શરૂ થતાં જ સામેના સોપિંગ સેંટરના દુકાનદારોને અડચણ રૂપ થતું હોવાની ફરિયાદ આવતા જ હાટ પૂરતું કામ બંધ કરવા સૂચન કરવામાં આવ્યું છે. -કોમલબેન ધીનૈયા, ચીફ ઓફિસર, બારડોલી નગરપાલિકા

અન્ય સમાચારો પણ છે...