તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:બારડોલીમાં ફાયરસેફ્ટી વિનાની ઇમારતો પર તવાઇ, સીટી મોલની દુકાનો સીલ કરાઇ

બારડોલી7 મહિનો પહેલા
  • કૉપી લિંક
બરડોલી ફાયર વિભાગે સિટી મોલની બેઝમેન્ટની દુકાનો સીલ કરી હતી. - Divya Bhaskar
બરડોલી ફાયર વિભાગે સિટી મોલની બેઝમેન્ટની દુકાનો સીલ કરી હતી.
  • ફાયર સેફ્ટીની સુવિધા નહિ કરાય તો નગરની અન્ય દુકાનો પણ સીલ કરાશે: ફાયર વિભાગ

બારડોલી નગર પાલિકાએ કોમર્શિયલ બિલ્ડીંગો તેમજ રહેણાક બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટી લગાવવા માટે અગાઉ નોટિશો આપવામાં આવી હોવા છતાં ફાયર સેફ્ટી ન લગાવાતા શુક્રવારે પાલિકાનું ફાયર વિભાગ હરકતમાં આવી શીલ કરવાની કામગીરીનો શુભારંભ કર્યો છે. સાંજના સમયે મુખ્યમાર્ગ પર સિટી મોલના પાર્કિંગમાં આવેલ દુકાનો સીલ કરવામાં આવી છે, સાથે જ બેઝમેન્ટ પણ સીલ કરવામાં આવ્યું છે. થોડા દિવસો અગાઉ ગાંધી રોડ પર બુટ ચંપલના ગોડાઉનમાં આગ લાગી હતી, જે બિલ્ડિંગમાં ફાયર સેફટીનો અભાવ હોવાથી પાલિકાએ ઇમારતને શીલ કરાઇ હતી.

નગરપાલિકા ફાયર વિભાગ ફાયર સેફ્ટી લગાવવા માટે લાંબી મુદત આપી હતી, છતાં કોઈએ નોટિશની ગંભીરતા લીધી નથી. આગનો આકસ્મિક બનાવ બને તો જાન-માલને મોટું નુંકશાન થાય એમ હોવાથી નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટી વિનાની તમામ ઇમારતો સીલ કરવાની કામગીરી ચીફ ઓફિસર કોમલ ધીનૈયાની સૂચના આધારે શુક્રવારથી હાથ ધરતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. સીટી મોલનું બેઝમેન્ટમાં પાર્કિંગમાં બનાવેલ દુકાનો સીલ કરવામાં આવી હતી.

વહેલી તકે ફાયર સેફ્ટી બાબતે કોઈ કાર્યવાહી ન કરાય, તો મોલની તમામ દુકાનોને સીલ કરવામાં આવશે એવું પાલિકાના કર્મચારી પાસે જાણવા મળ્યું છે. આગામી દિવસોમાં ફાયર સુવિધા વગરની બિલ્ડીંગોને પણ સીલ કરવાની કામગીરી ચાલુ જ રાખવામા આવશે.આ અંગે ફાયર ઓફિસર પી.બી.ગઢવીએ જણાવ્યું હતું કે બીયુસી મેળવી ફાયર વિભાગમાં રજૂ કરાયા બાદ પાલિકા સીલ ખોલવાની કાર્યવાહી હાથ ધરશે. ફાયર સેફ્ટી વિનાની તમામ ઇમારતોને સીલ કરવાની કામગીરી નગરમાં ચાલુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...