શુટીંગબોલ સ્પર્ધા:દક્ષિણ ઝોન ભાઈઓની શુટીંગબોલ ઓપન સ્પર્ધામાં તાપી જિલ્લો પ્રથમ

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અબવ-40 વયગૃપમાં સુરત શહેર પ્રથમ અને ગ્રામ્ય દ્વિતિય ક્રમે

રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ-ગાંધીનગર હસ્તકના સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત પ્રેરિત જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા 15 થી 17 મે દરમિયાન દક્ષિણઝોન ઓપન એઈજ તથા અબવ-40 વયગૃપ ભાઈઓની શુટીંગ બોલ સ્પર્ધા કામરેજ ની વ.દે.ગલીયારા હાઈસ્કૂલ, કઠોર ખાતે યોજાઈ હતી.

જેમાં બંન્ને વયજુથમાં 8 ટીમના 160 ખેલાડીએ ભાગ લીધો હતો. ઓપન એજ સ્પર્ધામાં તાપી જિલ્લો પ્રથમ અને નવસારી જિલ્લો દ્વિતિય ક્રમે વિજેતા જ્યારે અબવ-40 વયગૃપમાં સુરત શહેર પ્રથમ અને સુરત ગ્રામ્ય દ્વિતિય ક્રમે વિજેતા બન્યાં હતાં. વિજેતા ચારેય ટીમ અમદાવાદ યોજનાર રાજ્ય કક્ષાની શુટીંગબોલ સ્પર્ધામાં પ્રતિનિધિત્વ કરશે.

અન્ય સમાચારો પણ છે...