તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાલિયાવાડી:તંત્રની બલિહારી : બારડોલીમાં હાઇમાસ્ટ ટાવર દિવસે પણ અજવાળા પાથરે છે ને સ્ટ્રીટ લાઇટો સપ્તાહથી બંધ

બારડોલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાઇટો સમયસર બંધ ન થતાં વીજળીનો વ્યય તો બીજી તરફ મરામતના વાંકે સ્ટ્રિટલાઇટ બંધ

બારડોલી નગરમાં પાલિકાની રોશની વિભાગની કામગીરી સામે નગરજનોમાં નારાજગી છે. સાધના નગર સોસાયટીમાં અંદાજીત 15 જેટલી સ્ટ્રીટલાઈટ અઠવાડિયાથી બંધ હાલતમાં છે. સોસાયટીના રહીશો ફરિયાદ કરવા છતાં રીપેરીંગ કરવામાં આવી નથી. રાત્રીમાં સોસાયટીમાં અંધકાર છવાયલો રહે છે. બીજી તરફ નગરના સ્ટેશન ચારરસ્તા પર ઘણી વખત હાયમાસ્ટ ટાવર પણ દિવસના લાઈટ ઝળહળે અને રાત્રે બંધ થઈ જતી હોવાની સમસ્યા છે, જ્યારે તલાવડીનો હાયમાસ્ટ મોડી સવારે અજવાળામાં રોશની આપી રહ્યો છે.

બારડોલી નગરપાલિકાની રોશની સમિતિની કામગીરી કુવા તળે જ અંધારું જેવો ઘાટ છે. રોશની સમિતિના ચેરમેનના વોર્ડમાં જ પહેલા સ્લમ વિસ્તારની સ્ટ્રીટ લાઈટો ઘણા દિવસ બંધ રહી, જોકે, હવે રીપેરીંગ થઈ જતા સમસ્યા હલ થઈ છે. પરંતુ તાજેતરમાં તેમના જ વોર્ડ તલાવડી ખાતે ફિટ કરેલ હાઇમાસ્ટ ટાવર મોડી સવાર સુધી રોશની આપી રહ્યો છે, કારણ ટાયમરના અભાવે, ચાલુ બંધ કરવાની ફરજ પડતી હોય, સવારે અજવાળું થઈ જવા છતાં ટાવરની લાઈટો ચાલુ જોવા મળતી હોય છે, વ્યર્થ વીજ પુરવઠો ચાલુ રહતા વ્યર્થ બીલમાં વધારે ભરવાનો વારો આવે છે.

સાધના નગર સોસાયટીમાં પણ અઠવાડિયાથી સ્ટ્રીટ લાઈટો બંધ હોવા છતાં રીપેરીંગ માટે જાણ કરવા છતાં રીપેરીંગ નહિ કરાતા, 15 જેટલી સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે. જેના કારણે સોસાયટીમાં અંધારપટ છવાયેલ રહેતો હોવાનું સોસાયટીના રહીશ મનોજ પટેલ જણાવી રહ્યા છે.

હાઇવે ઓથોરિટીની પણ નિષ્ક્રિયતાને કારણે લોકોમાં રોષ
બારડોલીના સરભોણ ચારરસ્તા પર ઓવરબ્રિજ પાસે હાઇવે ઓથોરિટીએ મુકેલ હાઇમાસ્ટ ટાવર દિવસે પણ રોશની આપી રહ્યો છે, જેનું કારણ ટાઇમરની ખામી હોવા છતાં હાઇવે ઓથોરિટી ધ્યાન આપતી નથી. પરિણામે નાણાંનો વ્યય થઈ રહયો છે. શનિવારે બપોરના 1.15 વાગ્યે પણ હાઇમાસ્ટ પર લાઈટો ચાલતી જોવા મળી હતી. જેને લઇ લોકોમાં રોષ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...