આયોજન:23 ફેબ્રુઆરીએ તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ, 24એ સુરત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે

બારડોલી6 મહિનો પહેલા
  • કૉપી લિંક

લોકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મફેબ્રુઆરી મહિનાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ ૨૩મીએ અને તા.24મીના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે. તા.23મીના રોજ સવારે 11.00 વાગ્યે સુરત જિલ્લા કલેક્ટર કોઈ પણ એક તાલુકામાં ઉપસ્થિત રહેશે. જિલ્લા વિકાસ અધિકારી બારડોલી તાલુકાના તથા પોલીસ અધિક્ષક પલસાણા તાલુકાના મામલતદાર કચેરીમાં યોજાનારા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહી લોકોના પ્રશ્નોને રૂબરૂ સાંભળી નિરાકરણ કરશે.

તા.23મીના રોજ સવારે 11.00 વાગે આ અધિકારીઓ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જેમાં સિટી તાલુકામાં નાયબ કલેક્ટર સિટીપ્રાંત, માંડવી તાલુકામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી(મહેસુલ), ઉમરપાડા તાલુકા ખાતે નાયબ કલેક્ટર માંડવી પ્રાંત, માંગરોળ તાલુકામાં નાયબ નિયામક સરરાદર પટેલ લોકપ્રશાસન સંસ્થા(સ્પીપા) સુરત, ઓલપાડ તાલુકામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી(પંચાયત), બારડોલી તાલુકામાં નાયબ જિલ્લાવિકાસ અધિકારી(વિકાસ),કામરેજ તાલુકામાં જિલ્લા પુરવઠા અધિકારી સુરત, પલસાણા તાલુકામાં નાયબ ક્લેક્ટર ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...