રાજ્ય સરકારે તલાટીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં કરતા આખરે માંગરોળ તાલુકા સહિત સમગ્ર સુરત જિલ્લાના તલાટીઓ કામકાજનો બહિષ્કાર કરી હડતાલ ઉપર ઉતર્યા છે. સુરત જિલ્લા તલાટી મંડળના પ્રમુખ વિજય પટેલ અને મંડળના હોદ્દેદારો દ્વારા હડતાળ બાબતે સુરત જિલ્લા કલેકટરને તેમજ જિલ્લા વિકાસ અધિકારી ને લેખિત જાણ કરવામાં આવી છે.માંગરોળ તાલુકા મથક ખાતે તાલુકાના તમામ તલાટી ક્રમ મંત્રીઓ એકત્ર થયા હતા અને પંચાયત ઘરની ચાવી, ગ્રામ પંચાયતના સિક્કાઓ અને 15 માં નાણાપંચની કી મંડળના પ્રમુખને જમા કરાવી કામકાજનો બહિષ્કાર કર્યો હતો.
માંગરોળ ખાતે સુરત જિલ્લા તલાટી મંડળના મહામંત્રી અશોકભાઈ વણકર તેમજ માંગરોળ તલાટી મંડળના પ્રમુખ જીગ્નેશભાઈ વસાવાએ જણાવ્યું કે ૨૦૧૮થી સતત રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા અમારા પડતર પ્રશ્નોનું નિરાકરણ કર્યું નથી. આથી સુરત જિલ્લાના તમામ તલાટીઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અન્વયેની કામગીરી તથા ૧૩/૮/૨૦૨૨થી ૧૫/૮/૨૦૨૨ સુધી હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત પંચાયત કચેરીમાં રાષ્ટ્રધ્વજ પૂર્ણ માન સન્માન સાથે ફરકાવવાની કામગીરી સિવાયની કામગીરીનો બહિષ્કાર કરી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.