તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:દારૂ વેચનારા બારડોલી તાલુકા પંચાયત સભ્ય સામે કડક કાર્યવાહી કરો : કોંગ્રેસ

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બારડોલી કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન અપાયું

બારડોલી તાલુકા પંચાયતના બાબેન-2 બેઠક પરથી વિજેતા થયેલા મહિલા તાલુકા પંચાયત સભ્ય શકુંતલાબેન રાઠોડનો દેશી તેમજ વિદેશી દારૂનું વેચાણ કરતો વિડીયો વાઇરલ થતાં ચકચાર મચી છે. જેને લઈ બારડોલી તાલુકા કોંગ્રેસ સમિતિએ આ મહિલા સભ્યના રાજીનામાની માંગ સાથે પોલીસ વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી રજૂઆત કરી બારડોલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

કોંગ્રેસ સમિતિએ આપેલા આવેદનમાં જણાવ્યા મુજબ ગાંધીના ગુજરાતમાં સંપૂર્ણ દારૂબંધી હોવા છતાં તાલુકા પંચાયતના સભ્ય જ ખુલ્લે આમ કાયદાને નેવે મૂકી બેરોકટોક દારૂનું વેચાણ કરી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા મહિલા સભ્ય સામે યોગ્ય કાર્યવાહી થવી જોઇયે સાથેજ મહિલા સભ્યનું સભ્યપર રદ કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે. તાત્કાલિક મહિલા સભ્યએ નૈતિકતાના ધોરણે રાજીનામું આપવું જોઈએ. એમ જણાવી બારડોલી પ્રાંત અધિકારીને તાલુકા કોંગ્રેસ પ્રમુખ કિરણભાઇ પટેલની આગેવાનીમાં કોંગ્રેસી સભ્યઓએ હાજર રહી પ્રાંત અધિકારીને રાજીનામું આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...