સુરત જિલ્લા એલ.સી.બી પોલીસે ઇકો કારમાં વિદેશી દારૂનો લવાતો જથ્થો ઝડપી પાડ્યો છે. બાતમી આધારે કારમાંથી 42 હજારના વિદેશીદારૂ સાથે 3.42 લાખથી વધુનો કુલ મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. જેની સાથે એકની અટક કરવામાં આવી છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ, સુરત જિલ્લા એલ.સી.બી પોલીસના આ.પો.કો અલ્તાફભાઈ ગફુરભાઈ અને પો.કો દીપકભાઈ અનિલભાઈનાઓને સંયુક્ત રાહે બાતમી મળી હતી. કે, એક નંબર વિનાની સફેદ કલરની ઇકો કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી તાતીથૈયા ગામે લાવવામાં આવનાર છે. જે ચોક્કસ બાતમી આધારે પોલીસે કડોદરાથી બારડોલી સ્ટેટ હાઇવે ઉપર વોચ ગોઠવી હતી અને બાતમી મુજબની કાર આવી ચઢતા તેને રોકી તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂની બોટલો નંગ 456 જેની કિંમત રૂપિયા 42,000, મોબાઇલ, ઇકો કાર અને રોકડ મળી કુલ 3,42,910 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પોલીસે ઇકો ચાલક રતન ગણેશ પ્રજાપતિની અટક કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.