ફરાર આરોપી પોલીસના સકંજામાં:અંકલેશ્વર રૂરલમાં ઘરફોડ ચોરીના ગુનાના વોન્ટેડ આરોપીને સુરત જિલ્લા SOG પોલીસે ઝડપી પાડ્યો

બારડોલી18 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરત જિલ્લા એસ.ઓ.જી પોલીસે અંકલેશ્વર રૂરલમાં થયેલી ઘરફોડ ચોરીના રીઢા વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે બાતમી આધારે આરોપીની અટકાયત કરી અંકલેશ્વર પોલોસને શોપવામાં આવ્યો છે.

બાતમીના આધારે આરોપીને ઝડપી પાડ્યો
11 મહિના અગાઉ અંકલેશ્વરના સાજોદ ગામની સીમમાં આવેલ ઝેટકો જી.ઇ.બીનાં સબસ્ટેશનમાંથી કોપર તથા સરસામાનની ચોરી થઈ હતી. જે ગુનામા સંડોવાયેલો આરોપી સદ્દામ ખમીશા પઠાણ કે જે નાસતો ફરતો હતો. જે આરોપી નેશનલ હાઇવે નં.48 પર આવેલ નંદાવગામ તરફ જવાના રસ્તા પાસે ઉભો રહેલ છે. જેવી ચોક્કસ બાતમી એ.એસ.આઈ કિરણસિંહ લક્ષ્મણસિંહ તથા હે.કો શૈલેષભાઈ ચંદુભાઈને મળી હતી. બાતમી આધારે પોલીસે રેડ કરી સદ્દામને ઝડપી પાડી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...