ચૂંટણી:સુરત જિલ્લા પંચાયત પ્રમુખના પત્નીની બાબેન સરપંચ પદે બીજી ટર્મમાં જંગી જીત

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બારડોલી તાલુકાની બાબેન ગ્રામપંચાયતની ચૂંટણીમાં સરપંચના ઉમેદવાર તરીકે ફાલ્ગુનીબેન પટેલ સતત બીજી ટર્મ ચૂંટણી લડ્યા હોય, અને જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલના ધર્મપત્ની હોવાથી અને સરભોણ ગ્રામપંચાયતના વોર્ડ નં.5માં સભ્ય તરીકે ઉમેદવારી કરેલ રેશ્માબેન બારડોલી તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પરીક્ષિત દેસાઈના ધર્મ પત્ની હોવાથી લોકોની નઝર ખાસ તેમના પરિણામ પર રહી હતી.

જિલ્લા પંચાયત પ્રમુખના ધર્મપત્ની ફાલ્ગુનીબેન પટેલ સરપંચ તરીકે બીજી વખત જંગી લીડથી વિજેતા થયા હતા, જ્યારે તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પરીક્ષિત દેસાઈના ધર્મ પત્ની રેશમાબેન પણ 160થી વધુની લીડથી વિજેતા બન્યા હતા. જ્યારે તેન ગ્રામ પંચાયતમાં માજી તાલુકા પંચાયત ઉપપ્રમુખ દેવુભાઈ ચૌધરી વોર્ડના સભ્ય તરીકે અને પત્ની રીનાબેન ચૌધરી સરપંચ તરીકે બીજી ટર્મ ચૂંટણી લડ્યા હોય, રાત્રે તેમના પરિણામ જાણવા માટે પણ લોકોને પણ તાલાવેલી રહી હતી.

સાંધીએરમાં દર્શન નાયક સમર્થીત ઉમેદવારની હાર
ઓલપાડ તાલુકાના સાંધીએર ગામે ગ્રામ પંચાયતની ચુંટણી રાજકીય પક્ષની ચૂંટણી સમાન રહી અહીં કોંગ્રેસ અને ભાજપ પક્ષ બનેવના ઉમેદવારો હોય, તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને દર્શન નાયકે મહેશ પટેલ અને ભાજપ સમર્થીત ઉમેદવાર વચ્ચે સીધી ટક્કર થતા ભાજપ સમર્થીત મેહુલ આહીરની 261 મટે જીત થતા સાંધીએર ગામે કોંગ્રેસના તાલુકા પ્રમુખ અને દર્શન નાયક સમર્થીત ઉમેદવારની હાર થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...