કર્ણાટક થી સુરત દારૂની હેરાફારી:સુરત જિલ્લા LCBએ ઉનનાં જથ્થાની આડમાં સંતાડેલ વિદેશી દારૂ ઝડપ્યો, 41.04 લાખથી વધુનાં મુદ્દામાલ સાથે 2ની અટકાયત, 3 વોન્ટેડ

બારડોલી17 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરત જિલ્લા એલ.સી.બી પોલીસે ઉનના જથ્થાની આડમાં સંતાડીને સુરત શહેરમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો મોટી માત્રામાં ઝડપી પાડ્યો હતો. 27.52 લાખથી વધુનાં વિદેશી દારૂના જથ્થા સાથે 41.04 લાખનો કુલ મુદ્દામાલ કબ્જે કરી ટ્રકનાં દ્રાઈવર અને ક્લીનરની અટક કરવામાં આવી છે. જ્યારે 3 ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

સુરત જિલ્લામાં ગેરકાયદે પ્રોહીબિઝન અને જુગારની પ્રવૃતિઓને ડામવા માટે પોલીસ તંત્ર દ્વારા કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. સુરત જિલ્લા એલ.સી.બી પોલીસે ઉનનાં જથ્થાની આડમાં ટ્રકમાં છુપાવેલ વિદેશીદારૂનો માતબર જથ્થો ઝડપી પાડ્યો હતો. પી.આઈ બી.ડી.શાહને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મુંબઇ - અમદાવાદ નેશનલ હાઇવે નં. 48 પર મહુવેજ ગામની સીમમાં આવેલ આશીર્વાદ હોટલનાં પાર્કિંગમાં ટ્રક ઉભેલો છે. જે ટ્રકમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવેલો છે. જે બાતમી આધારે પોલીસે રેડ કરી ટ્રકમાં તલાશી લેતા ટ્રકમાં ઉનની બોરીઓ ભરેલી હતી. જે બોરીઓ હટાવીને જોતા તેની નીચે વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ 14,496 જેની કિંમત રૂપિયા 27,52,800/- , ટ્રક કિંમત રૂપિયા 10 લાખ, મોબાઇલ ફોન, અંગ ઝડતીની રોકડ, ઉનનો જથ્થો તેમજ તાડપત્રી મળી 41,04,985/નો કુલ મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પોલીસે ટ્રક ચાલક તુલશીલાલ માંગીલાલ કલવાર અને ક્લીનર કાલુસિંગ ગુલાબસિંગ રાવતની અટકાયત કરી છે. જ્યારે અન્ય 3 ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. બન્ને ઇસમોને પૂછવામાં આવતા વિદેશીદારૂનો જથ્થો કર્ણાટકનાં હુંબલી ખાતેથી જયેશ પટેલ નામના ઈસમે ભરાવી સુરત શહેર સુધી પહોંચાડવાની હકીકત કબૂલી હતી.

અન્ય સમાચારો પણ છે...