કામરેજના કઠોર ગામે દરજી ફળિયામાં આવેલ બંધ મકાનમાં ગંજી પાના પર પૈસા વડે હાર-જીતનો જુગાર રમતા 11 જુગરીઓને ઝડપી પડ્યા છે. સુરત જિલ્લા એલ.સી.બી પોલીસે સ્થળ પરથી 2.09 લાખનો કુલ મુદ્દામાલ કબ્જે કર્યો છે.
સુરત જિલ્લા એલ.સી.બી પોલીસ મથકના એ.એસ.આઈ મહેન્દ્રભાઈ શનાભાઈ અને અ.હે.કો વિક્રમભાઈ સગરામભાઈનાઓને બાતમી મળી હતી. કે, કામરેજ તાલુકાના કઠોર ગામે દરજી ફળિયામાં ખાલીદ મહંમદ લોખાતનાં મકાનમાં હિતેશ બાબુભાઈ ભૂત માણસો બોલાવી પૈસા વડે ગંજીપાનાનો હાર-જીતનો જુગાર રમી અને રમાડી રહ્યો છે. જે ચોક્કસ બાતમી આધારે પોલીસે રેડ કરી જુગાર રમી રહેલા ખાલીદ મહંમદ લોખાત, હિતેશ બાબુભાઈ ભૂત, રવિ કેશુભાઈ સિરોયા, નિલેશ વેલજીભાઈ પરબદા, હસમુખ ગોરધનભાઈ કનસાગરા, પ્રફુલ રણછોડભાઈ ખેર, મનીષ અંબાભાઈ પટેલ, નિલેશ મગનભાઈ કાંઠારીયા, અબ્દુલ ઇસ્માઇલ બગીયા, મુકેશ કાનજીભાઈ કુકડીયા અને હસમુખ બાવાભાઈ કથેરિયાને ઝડપી લીધા હતા. તમામ જુગરીઓ પાસેથી રોકડ 75 હજાર 50 રૂપિયા, મોબાઇલ અને 3 મોટરસાયકલ મળી 2 લાખ 09 હજાર 550રૂપિયાનો કુલ મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગરધારા હેઠળ ગુનો દાખલ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.